પોરબંદરમાં દર વખતે જ્યારે દાના મુદ્ામાલનો નાશ કરવામાં આવે છે ત્યારે કાચની બોટલો જમીન ઉપર ગોઠવીને તેના ઉપર રોડરોલર ફેરવવામાં આવે છે પરંતુ આ વખતે ખોખામાં રાખેલી દાની બોટલો પર રોડરોલર ફેરવવામાં આવ્યુ હતુ તેથી તેની પેટીઓનો પણ દાની સાથે નાશ થયો હતો. કુલ ૨૮ લાખથી વધુના મુદામાલ ઉપર રોડરોલર ફરી વળ્યુ હતુ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ પ્રોહી. મુદામાલ પેન્ડીંગ પડી રહેલ હોય જે અંગે કોર્ટમાંથી મુદામાલ નાશ અંગુ હુકમ મેળવી પ્રોહી. નાશપાત્ર મુદામાલ નાશ કરવા સુચના કરેલ જે સુચના અન્વયે પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુરાબાના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકેએ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નાશપાત્ર પ્રોહી મુદામાલ અંગે સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ પોરબંદરની કચેરીના હુકમ અન્વયે હાર્બર મરીન પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુન્હામાં પકડાયેલ અલગ-અલગ પરપ્રાંતિય ભારતીય બનાવટની નાની-મોટી બતલો તથા બીયરટીન મળી કુલ નંગ ૧૦,૯૪૯ જેની કુલ કિંમત ા.૨૮,૦૯,૮૨૪ નો મુદામાલ ઇન્દીરાનગર પોરબંદર ખાતેના દરિયાકાંઠે એસ.ડી.એમ. પોરબંદર એસ.એ. જાદવ તથા પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા તથા પોરબંદર નશાબંધી અને આબકારી વિભાગના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી.આર.ગોહિલની હાજરીમાં ઇન્દીરાનગર દરિયાકાંઠે હાર્બર મરીન પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુન્હામાં પકડાયેલ અલગ-અલગ પરપ્રાંતીય ભારતીય બનાવટની નાની મોટી બોટલો તથા બીયરટીનનો નાશ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech