આણંદપરમાં શાળામાંથી ૧૬ હજારની ૨૫ નળની ચોરી થઈ ગયાની ફરિયાદ

  • September 20, 2024 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવાગામ આણંદપરમાં પ્રાથમિક શાળામાંથી કોઈ શખ્સ .૧૬,૦૦૦ ની કિંમતના ૨૫ નળ ચોરી કરી ગયા અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. યારે સાધુ વાસવાણી રોડ પર અર્ચના પાર્કમાં બધં મમાંથી આઇપેડની ચોરી થયા અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ૧૫૦ ફટ રીંગ રોડ પર શિવમ કોમ્પલેક્ષમાં રહેતા અને નવાગામ આણંદપરમાં પ્રાથમિક શાળા નંબર ૨ માં આચાર્ય તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ સવજીભાઈ ઘોઘારીએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૫ થી ત્રણ દિવસ સ્કૂલમાં રજા હોવાથી શાળા બધં રહી હતી. તા.૧૬ ના સફાઈ કામદારે તેઓને ફોન કરી કહ્યું હતું કે, સ્કૂલમાં ચોરી થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. બાદમાં અહીં આવી તપાસ કરતા બાથમમાં રહેલા ૨૫ નળ જોવા મળ્યા ન હતા આમ .૧૬,૮૦૦ ની કિંમતના નળ ચોરી થયા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફટેજના આધારે શાળામાંથી નળની ચોરી કરનારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ચોરીના અન્ય બનાવમાં મૂળ હળવદના વતની અને હાલ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર અર્ચના પાર્કમાં રહેતા અને લુપીન લી કંપનીમાં એમ.આર તરીકે નોકરી કરનાર ધર્મેશભાઈ અમૃતલાલ પોરવાડીયા (ઉ.વ ૨૨) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે,તેની પાસે કંપનીનું આઇપેડ કિંમત પિયા ૧૦,૦૦૦ હતું.જે છેલ્લા થોડા દિવસોથી બધં હાલતમાં હતું ગત તારીખ ૧૦ ૯ ના રોજ તેઓ કંપનીના કામ સબબ સવારના અહીં મને તાળું મારી ભુજ જવા માટે નીકળી ગયા હતા તેમજ અહીં મમાં તેની સાથે રહેતો તેમનો મિત્ર અજીત પણ બે દિવસ વતન ગયો હતો. બાદમાં બપોરના ત્રણેક વાગ્યે યુવાને તેના મિત્ર રિધમ લાવડીયા નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હત્પં તારા મે આવ્યો છું અને અહીં મનું બારણું ખોલેલું છે અને સામાન વેર વિખેર છે જેથી ચોરી થયાની શંકા ગઈ હતી. બાદમાં યુવાને ઘરે આવી જોતા ઘરમાં બેગમાં રાખેલ ૧૦,૦૦૦ ની કિંમતનું આ આઇપેડ ચોરી થઈ ગયું હોવાનું માલુમ પડું હતું.જેથી તેણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application