શહેરના પોપટપરા વિસ્તારમાં કૃષ્ણનગરમાં રાત્રીના વીજ થાંભલા નીચે જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી નામચીન શખસો સહિત નવ જુગારીઓને ઝડપી લઇ .૧.૩૦ લાખની રોકડ કબજે કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,એસીપી ક્રાઇમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એ.એસ.ગરચર તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. અનિલભાઇ સોનારા કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે રાત્રીના પોપટપરા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર શેરી નં.૬ ખૂણ વીજ થાંભલા નીચે જુગાર રમતા નવ શખસોને ઝડપી લીધા હતાં.પોલીસે પટમાંથી રોકડ .૧,૩૦,૬૦૦ કબજે કર્યા હતાં.
જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં મોહસીન સલીમભાઇ મોટાણી(ઉ.વ ૩૪ રહે. પરસાણાનગર શેરી ન.ં ૬ જામનગર રોડ), માજીદ જુસબભાઇ દલવાણી(ઉ.વ ૨૭ રહે. જંકશન પ્લોટ શેરી ન.ં ૧ ભીસ્તીવાડ), ગફાર નુરમહંમદ સુધાગુનીયા(ઉ.વ ૫૪ રહે. પોપટપરા શેરી ન.ં ૨), અફઝલ ઉર્ફે સદામ અહેમદભાઇ દલવાણી(ઉ.વ ૨૪ રહે. પોપટપરા કુષ્ણપરા શેરી ન.ં ૫), રહીમ હાસમભાઇ સૈયદ(ઉ.વ ૩૬ રહે. સંજયનગર શેરી નં.૨ જામનગર રોડ), હાજી ઇસ્માઇલભાઇ જુણેજા(ઉ.વ ૪૧ રહે. ખોડીયારપરા શેરી ન.ં ૫ આજી વસાહત ૮૦ ફટ રોડ), ચીરાગ મહેશભાઇ ચૌહાણ(ઉ.વ ૨૭ રહે. ખડીયાપરા હાજી પીરનો ખાડો રેલવે કવાર્ટર પાસે), સુલેમાન ઉર્ફે ડાડો અબ્દુલભાઇ પલેજા(ઉ.વ ૩૦ રહે. ખડીયાપરા હાજીપરા ખાડો રેલવે કવાર્ટર) અને હિતેષ અશોકભાઇ દરીયાણી(ઉ.વ ૩૪ રહે. પરાસાણાનગર શેરી ન.ં ૧) નો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું હતું કે,જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં મોટાભાગના અગાઉ એક થી વધુ વખત જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા છે.જેમનો ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવી રહ્યો છે.આ શખસો અહીં અઠવાડિયાથી જુગાર રમતા હોવાનું જાણવ મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech