ભાવનગર-બાંદ્રા વચ્ચે ચાલતી "સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન"ના ફેરા લંબાવવામાં આવ્યા

  • June 29, 2023 04:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર "સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન" ચલાવી રહી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર ગુરુવારે 14.50 કલાકે ઉપડે છે. આ ટ્રેનને 29 જૂન સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પશ્ચિમ રેલવે દ્વારા તેની ફ્રિકવન્સી લંબાવીને હવે તેને 27 જુલાઈ, 2023 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 09208/09207 ભાવનગર - બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09208 ભાવનગર - બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દર ગુરુવારે 14.50 કલાકે ઉપડે છે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચે છે. આ ટ્રેન 27 જુલાઈ 2023 સુધી ચાલશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી 09.00 કલાકે ઉપડે છે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચે છે. આ ટ્રેન 28 જુલાઈ 2023 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહે છે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 09208 અને 09207 માટે બુકિંગ 01.07.2023 (શનિવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application