ગાયકે ચાલુ કાર્યક્રમમાં આ રીતે આપ્યું રિએકશન,અરિજિતની સાદગી પર ફેન્સ આફરીન
બોલિવૂડના પોપ્યુલર સિંગર અરિજિત સિંહ પોતાના ગીતો અને મધુર અવાજથી જ નહીં પરંતુ પોતાના સ્વભાવથી પણ પોતાના ચાહકોનું દિલ જીતતા રહે છે. અરિજિત સિંહ પોતાના ફેન્સને ખુશ કરવાનો કોઈ મોકો છોડતો નથી. હાલમાં જ એક કોન્સર્ટ દરમિયાન અરિજીત સિંહ એક ફેન્સને સલાહ આપતા જોવા મળ્યા હતા.
અરિજીત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આમાં તે લાઈવ પરફોર્મ કરી રહ્યો છે. જો કે આ દરમિયાન તે સ્ટેજ પર રાખવામાં આવેલ ભોજનને પોતાના હાથથી હટાવે છે. આ પછી તે શું કહે છે તે એકવાર જરૂર સાંભળવા જેવું છે
હાલમાં જ અરિજીત સિંહનો આ વીડિયો સામે આવ્યો છે. આમાં તે સ્ટેજ પર ગીત ગાતા જોવા મળી રહયો છે. સામે મોટી સંખ્યામાં ચાહકો પણ હાજર છે. આ દરમિયાન, ગાયક સ્ટેજના ખૂણા પર રાખવામાં આવેલ ખાદ્યપદાર્થો ઉપાડે છે અને સ્ટેજની નીચે હાજર અન્ય વ્યક્તિને આપે છે.
વાયરલ વીડિયોમાં અરિજીત સિંહ સ્ટેજ પર 'એ દિલ હૈ મુશ્કિલ' ગીત ગાઈ રહ્યો છે. ત્યારે જ એક ચાહક સ્ટેજ પર એક ફુડ પાર્સલ મૂકે છે. અરિજિત તરત જ તેને ઉપાડે છે અને કોઈને આપે છે. આ પછી, તે મંચ પર પ્રણામ કરે છે અને કહે છે, 'મને માફ કરો, આ મારું મંદિર છે. તમે અહીં ખોરાક રાખી શકતા નથી.
જણાવી દઈએ કે આ દિવસોમાં અરિજીત સિંહ યુકેના પ્રવાસે છે. તેણે તાજેતરમાં લંડનમાં પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે સ્ટેજ પર સિંગર એડ શિરીન પણ જોવા મળી હતી. બંનેએ સાથે એડનું ગીત 'પરફેક્ટ' પણ ગાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech