પ્રેમમાં પાગલ થઈને પાર કરી તમામ હદો પર કરી દીધી હોવાનો દિવ્યાંકાનો એકરાર
પ્રેમ બધું જ ભુલાવી દે છે અને એક સમય હતો કે મેં સંબંધ સાચવવા માટે બ્લેક મેજિકનો સહારો લીધો હતો. પરંતુ મને કશું જ ન મળ્યું.પ્રેમમાં પાગલ થઈને પાર કરી તમામ હદો પર કરી દીધી હોવાનો દિવ્યાંકાએ એકરાર કર્યો છે.
હિતેન તેજવાણી - ગૌરી પ્રધાન, બરખા બિષ્ટ - ઈન્દ્રનીલ સેનગુપ્તા, રામ કપૂર - ગૌતમી કપૂર, શોએબ ઈબ્રાહિમ - દીપિકા કક્કર ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સની લવ સ્ટોરી સેટ પરથી શરૂ થઈ અને પછી લગ્ન થઈ ગયા. આ કપલમાંથી એક હવે અલગ થઈ ગયું છે.
ટીવીના લોકપ્રિય કપલમાં દિવ્યાંકા ત્રિપાઠી અને શરદ મલ્હોત્રાનું નામ પણ સામેલ હતું. બંનેએ ‘બનો મેં તેરી દુલ્હન’માં સાથે કામ કર્યું હતું. આ શોમાં કામ કરતી વખતે બંને નજીક આવી ગયા હતા અને ડેટિંગ કરવા લાગ્યા.
2006થી ટેલિકાસ્ટ થયેલો આ શો વર્ષ 2009માં બંધ થયો હતો. દિવ્યાંકા ત્રિપાઠી અને શરદ મલ્હોત્રાએ ઘણા વર્ષો સુધી પોતાના સંબંધોને દુનિયાથી છુપાવીને રાખ્યા હતા. બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. પરંતુ તેમ છતાં તેઓએ ક્યારેય તેમના સંબંધોને સ્વીકાર્યા નથી.
7 વર્ષ સુધી સિક્રેટલી રીતે ડેટિંગ કર્યા પછી, શરદ મલ્હોત્રા અને દિવ્યાંકા ત્રિપાઠીએ 2015 માં તેમના સંબંધોને સાર્વજનિક કર્યા હતા. પરંતુ તેઓએ સંબંધને ઓફિશિયલી કરતા તેમનો સંબંધ તૂટી ગયો હતો.
રાજીવ ખંડેલવાલના ટોક શો ‘જસ બાત’માં તેના બ્રેકઅપ વિશે વાત કરતી વખતે દિવ્યાંકા ત્રિપાઠીએ કહ્યું હતું કે તે પ્રેમમાં તમામ હદો પાર કરી દીધી હતી. શરદ મલ્હોત્રા સાથેના સંબંધોમાં તે બીજું બધું ભૂલી ગઈ હતી.
અભિનેત્રીએ કહ્યું હતું કે તે ખૂબ જ બિઝી રહેતી હતી તો પણ શરદ મલ્હોત્રાના પરિવાર માટે સમય કાઢતી હતી. તે જાણતી હતી કે તેનો પરિવાર શરદ માટે કેટલો મહત્વ ધરાવે છે.
દિવ્યાંકાના કહેવા પ્રમાણે, તે શરદ માટે સમય કાઢવા માટે તેની ઊંઘ સાથે કોમ્પ્રોમાઇઝ કરતી હતી. પ્રેમમાં તે બધું જ ભૂલી ગઈ હતી. પણ તેણે આપેલા પ્રેમના બદલામાં તેને કશું મળ્યું ન હતું.
દિવ્યાંકા ત્રિપાઠીએ ટોક શોમાં ખુલાસો કર્યો હતો કે તે ‘મહારાણા પ્રતાપ’ ફેમ શરદના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે તેણે તેમના સંબંધોને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. અભિનેત્રીએ અંધશ્રદ્ધા અને કાળા જાદુનો પણ આશરો લીધો હતો.
શરદ મલ્હોત્રા સાથેના બ્રેકઅપના થોડા સમય બાદ દિવ્યાંકા ત્રિપાઠીએ 2016માં ‘યે હૈ મોહબ્બતેં’ના કો-સ્ટાર વિવેક દહિયા સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે, 2019 માં શરદ પણ રિપ્સી ભાટિયા સાથે લગ્ન કરીને તેના જીવનમાં આગળ વધ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech