દીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી

  • September 19, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દીપ વીર હવે શાહરુખના પાડોશી બનશે, 17 કરોડના લક્ઝરી એપાર્ટમેન્ટમાં કાર પાર્કિંગની સુવિધા
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને દીકરીનો જન્મ થતાં જ તેમના ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળતા જ દીપિકા તેની લાડલી દીકરીને ઘરે લઈ આવી હતી. હવે જો રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રીએ દીકરી ઘરે આવતાની સાથે જ પોતાનું બીજું ઘર ખરીદી લીધું છે. આ ઘર ખરીદ્યા બાદ દીપિકા પોતાના ઘરના એક ખાસ સભ્યની પાડોશી બની ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દીપિકા પાદુકોણે પુત્રીને જન્મ આપ્યા બાદ પોતાનું એક ઘર ખરીદ્યું છે. આ ઘર તેમના સાસૂ અંજૂ ભાવનાનીના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટની પાસે છે. જેમાં તેમની પુત્રી રિતિકા પોતાના પતિ જુગજીત સિંહ ભાવનાનીની સાથે ભાડે રહે છે.
જાણકારી પ્રમાણે દીપિકાનું આ ઘર સાગર રેશન હાઉસિંગ સોસાયટીમાં છે. જેમાં 4 અને 5 બીએચકે છે. તો અભિનેત્રીનું આ ઘર 15માં ફ્લોર પર છે. નવી પ્રોપર્ટી માટે અભિનેત્રીએ 1.7 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે અને રજીસ્ટ્રેશન માટે 30 હજાર ભર્યા છે.
રિપોર્ટ્સ પ્રમાણે માતા બન્યા બાદ દીપિકા પાદુકોણે જે ઘર ખરીદ્યું છે તેની કિંમત આશરે 17.8 કરોડ છે અને તે 171.47 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે. આ લક્ઝરી એપાર્ટમેન્ટમાં અભિનેત્રીને કાર પાર્કિંગની સુવિધા પણ મળી છે.
હવે દીપિકા અને રણવીર સિંહનું 100 કરોડી ઘર બની તૈયાર છે. બાંદ્રામાં બનેલું આ ઘર શાહરૂખ ખાનના મન્નત બરાબર છે, જેથી દીપિકા અને રણવીર સિંહ કિંગ ખાનના પોડાશી પણ છે.
વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા છેલ્લે કલ્કિમાં જોવા મળી હતી અને આ સમયે માતૃત્વનો આનંદ લઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News