હાર્દિક પંડ્યાનું નાનકડું કામ કરી પાકિસ્તાની ક્રિકેટરે જીત્યા કરોડો ભારતીયોના દિલ 

  • September 03, 2023 06:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાનની મેચને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. પરંતુ વરસાદે મેચની મજા બગાડી નાખી હતી. મુશળધાર વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી અને કોઈ પરિણામ આવ્યું ન હતું. જેના કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા અને પાકિસ્તાન પણ સુપર 4 માટે ક્વોલિફાઈ થઈ ગયું. જોકે, સુપર 4 રમવા માટે ભારતે સોમવારે નેપાળને હરાવવું પડશે. ભારત-પાક મેચ પહેલા અને પછી બંને દેશોના ખેલાડીઓ વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી હતી. એટલું જ નહીં પરંતુ મેચ દરમિયાન જ એક એવી ક્ષણ આવી જેણે બધાનું દિલ જીતી લીધું.


ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદને કારણે ગેમ અટકાવવા છતાં ભારતીય ટીમને બેટિંગ કરવા માટે સંપૂર્ણ 50 ઓવર મળી હતી. આવી સ્થિતિમાં જ્યારે ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક એવી ક્ષણ જોવા મળી જેણે બધાનું દિલ જીતી લીધું. ભારત અને પાકિસ્તાન વચ્ચે આવી ખેલદિલી જોયા બાદ સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

જ્યારે ભારતીય ઇનિંગ્સ દરમિયાન હાર્દિક પંડ્યાના શુઝની લેસ ખુલી હતી. તેથી તે તેને બાંધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ ગ્લોવ્ઝના કારણે તેને દોરી બાંધવામાં મુશ્કેલી પડી રહી હતી. આ જોઈને પાકિસ્તાનનો દિગ્ગજ ઓલરાઉન્ડર શાદાબ ખાન તરત જ હાર્દિક પાસે પહોંચ્યો અને તેના શુઝની લેસ બાંધી દીધી. શાદાબની આ ખેલ ભાવના જોઈને પાકિસ્તાનની સાથે સાથે ટીમ ઈન્ડિયાના ચાહકો પણ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. શાદાબની હાર્દિકની શુઝની લેસ બાંધતી તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
​​​​​​​


પાકિસ્તાન સામે ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ અય્યર જેવા મોટા ખેલાડીઓ 70 રનની અંદર આઉટ થઈ ગયા હતા. આ પછી ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ આગેવાની લીધી. બંને વચ્ચે સદીની ભાગીદારી પણ જોવા મળી હતી. કિશને 82 રન બનાવ્યા તો હાર્દિકે 87 રનની શાનદાર ઇનિંગ રમી. આ પછી, અંતે રવિન્દ્ર જાડેજા (14) અને જસપ્રિત બુમરાહે (16) પણ ટીમ માટે કેટલાક રન ઉમેર્યા. જોકે ટીમ ઈન્ડિયા 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી જ્યારે હરિસ રઉફ અને નસીમ શાહને પણ 3-3 વિકેટ લેવામાં સફળતા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application