જામનગરમાં ગુનાખોરીને અટકાવવા સિટી-એ ડિવિઝન સર્વેલન્સ પોલીસની 'નાઇટ ટ્રાફિક ડ્રાઇવ' યોજાઇ

  • July 03, 2024 11:34 AM 

જામનગરમાં ગુનાખોરીને અટકાવવા સિટી-એ ડિવિઝન સર્વેલન્સ પોલીસની 'નાઇટ ટ્રાફિક ડ્રાઇવ' યોજાઇ


જાહેરમાં મેળાવડો જમાવીને બેસનારાઓએ પોલીસને જોઇને ભાંગ્યા: ૯ વાહન ચાલકો દંડાયા....


જામનગરમાં ગુનાખોરીને અટકાવવા સિટી-એ ડિવિઝન સર્વેલન્સ પોલીસ ની 'નાઇટ ટ્રાફિક ડ્રાઇવ' યોજાઇ....

*જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગુનાખોરીને અટકાવવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના થી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ ના પીએસઆઇ એમ.એન.રાઠોડ દ્વારા યોજવામાં આવેલી નાઇટ ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો ઝપટે ચડ્યા હતાં. જેમાં ૯ જેટલા વાહન ચાલકો સામે રૂ.6100 દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.


જામનગર શહેરના દરબારગઢ વિસ્તારમાં ટ્રાફીક ડ્રાઇવમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોરવ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલ થી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારા ૯ લોકો સામે રૂ.6100 દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સિટી-એ ડિવિઝન પોલીસે દુકાનો નજીક કે, જાહેર સ્થળોએ વાહનો સાઇડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમુક લોકો તો પોલીસને જોઇને ભાંગ્યા હતા.વસિટી-એ ડિવિઝન પોલીસ ની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application