મારો ધુબાકા ! મ્યુનિ.સ્વિમિંગ પુલમાં તા.૩૧થી ઉનાળુ સત્રનું રજિસ્ટ્રેશન

  • March 29, 2023 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, રેસકોર્ષ જીમ, નાના મવા મલ્ટિ એક્ટીવિટી સેન્ટર લેડિઝ જીમ, શેઠ હાઇસ્કુલ જીમ, હૈદરી ચોક સ્થિત જીમ તથા શ્રી સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ, શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્ષ, શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર શિખાઉ તથા જાણકાર સભ્યોનાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા.૩૧/૦૩/૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી શરૂ કરવામાં આવનાર છે.



ઉપરોક્ત તમામ રમતગમત તથા સ્નાનાગારની સુવિધાઓનું માસિક, ત્રીમાસિક, છ માસિક તથા વાર્ષિક મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન તા.૩૧/૦૩/૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી www.rmc.gov.in પરથી ઓનલાઇન તથા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application