જામનગરના આંગણે ફરી એકવાર તા. 20 થી 21 ઓક્ટોબર યોજાશે
જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા, જૈન મહિલાઓને સ્વાવલંબી થવામાં મદદ રૂપ થવાના ઉમદા આશયથી છેલ્લા ૧૦ વર્ષથી, દર વર્ષે જૈન મહિલાઓ દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓ, અને તેમના વ્યવસાય કે જે વેપાર કરતા હોય તે ઉત્પાદનોને યોગ્ય રીતે પ્રદર્શિત કરી અનેક લોકો સુધી પહોચાડી શકાય તે અર્થે "પ્રદર્શન અને વેચાણ" નું આયોજન કરવામાં આવે છે.
જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા આયોજાતા “પ્રદર્શન અને વેચાણ” ની પ્રતિ વર્ષ અનેક લોકો મુલાકાત લ્યે છે જેથી સ્ટોલ ધારક જૈન મહિલાઓને પોતાનું હુન્નર અને કૌશલ્ય પ્રદર્શિત કરવાનો અનેરો અવસર મળે છે. જૈન મહિલાઓ દ્વારા દ્વારા ઉત્પાદિત/ વેચવામાં આવતી વસ્તુઓ માટે બહોળી સંખ્યામાં કાયમી ગ્રાહકો મળે છે જે તેમને સ્વાવલંબી અને આત્મ-નિર્ભર થવામાં મદદરૂપ થાય છે.
જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા યોજાતા “પ્રદર્શન અને વેચાણ” ની વિશેષતા એ છે કે મનો-દિવ્યાંગ બાળકોના "રોટરી આસ્થા ડે-કેર સેન્ટર” તથા અંધજન તાલીમ કેન્દ્રને ની:શુલ્ક સ્ટોલ ફાળવવામાં આવે છે જેથી દિવ્યાંગ લોકો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓથી લોકો માહિતગાર થાય અને તેમની વસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહિત કરી શકે.
આ "પ્રદર્શન અને વેચાણ” માં રાખવામાં આવતા "ફૂડ-કોર્ટ” માં ઉપલબ્ધ વિવિધ પ્રકારની જૈન- વાનગીઓનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે !! 'હાઇપર એક્ટીવ ગ્રુપ" ના; જામનગરના નામાંકિત જૈન પરિવારના લોકો; જાતે વાનગી બનાવે, ખુબ કિફાયતી ભાવે પ્રેમથી પીરસે અને તેમાંથી જે નફો થાય તેમાં પોતા તરફથી રકમ ઉમેરીને રોટરી ક્લબ જામનગર અનુદાનિત “આસ્થા ડે-કેર સેન્ટર” ના મનો- દિવ્યાંગ બાળકોને અર્પણ કરવામાં આવે !!
"પ્રદર્શન અને વેચાણ” માં બાળકો માટે ગેમ—ઝોન, બલુન શુટિંગ, મટકા ઝોન અને બહેનો માટે "પ્રાદેશિક પરિધાન" સ્પર્ધા; તમામ મુલાકાતીઓ માટે ૩૬૦ ડીગ્રી સેલ્ફી ઝોન જેવા વિવિધ આકર્ષણો નું પણ આયોજન કરવામાં આવેલ છે. મુલાકાતીઓના લાભાર્થે દર કલાકે લક્કી ડ્રો. રોજ રાત્રે મેગા ડ્રો અને ત્રણેય દિવસના મુલાકાતીઓના ફુપનના સુપર મેગા-ડ્રોનું પણ વિશેષ આયોજન છે. વિવિધ ઉમદા હેતુથી આયોજીત આ “પ્રદર્શન અને વેચાણ” ની અવશ્ય મુલાકાત લેશો. વધુ વિગત માટે 997 996 9595/9879 5155 92 / 99989 60050 નો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech