બે બાળકોની માતા ડુંગરપુરની દીપિકા પ્રેમી હૈદર સાથે કુવૈત પહોંચી

  • August 16, 2023 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનના અલવરથી અંજુ તેના પ્રેમી માટે પાકિસ્તાન ગયા બાદ હવે ડુંગરપુરમાં પણ આવો જ કિસ્સો જોવા મળ્યો છે. યાં બે બાળકોની માતા હૈદર યુવક સાથે કુવૈત ભાગી ગઈ. આ દરમિયાન આરોપી યુવકે મહિલાનું બ્રેઈનવોશ કરીને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. બુરખો પહેરેલી મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યારે આ ફોટો પરિવારના સભ્યો સુધી પહોંચ્યો તો તેમને આ વાતની જાણ થઈ. જેને લઈને વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. તે જ સમયે, હિન્દુ સંગઠનોએ આ ઘટનાના વિરોધમાં ડુંગરપુરના કલેકટર અને એસપીને મેમોરેન્ડમ આપીને કાર્યવાહીની માંગ કરી છે.


માંદગીનું બહાનું કરીને પરિણીત મહિલા ફરાર થઈ ગઈ
આ ચોંકાવનારો કિસ્સો ડુંગરપુર જિલ્લાના ચિત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે. આ બાબતને લઈને ૧૫ જુલાઈના રોજ પીડિત પતિ મુકેશે પોલીસ સ્ટેશનમાં તેની પત્ની દીપિકા (૩૫)ના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં મુકેશે જણાવ્યું કે તેને ૧૩ વર્ષની એક પુત્રી અને ૮ વર્ષનો પુત્ર છે. પતિએ જણાવ્યું કે તે મુંબઈમાં નોકરી કરે છે. ૧૦ જુલાઈના રોજ તેની પત્ની બીમાર હોવાનું કહીને ગુજરાતના ખેડબ્રહ્મા (સાબરકાંઠા) ગઈ હતી. પીડિત પતિએ જણાવ્યું કે તેની પત્ની ઘણીવાર ખરાબ તબિયતના બહાને આવ જાવ કરતી હતી, જો કે આ વખતે ગયા બાદ પાછી ન આવી.

બુરખો પહેર્યાનો ફોટો વાયરલ
પીડિત પતિ મુકેશે જણાવ્યું કે ૧૨ ઓગસ્ટે મુકેશે દીપિકા સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમાં તેણે પોતાને હોસ્પિટલમાં દાખલ હોવાનું જણાવ્યું હતું. પરંતુ ૧૩ ઓગસ્ટના રોજ દીપિકાએ મુકેશને વોટસએપ પર ફોન કરીને કહ્યું કે તમે મારાથી હેરાન થાઓ છે, તેથી જ હત્પં બહાર આવી ગઈ છું. ફોન પર આ સાંભળીને મુકેશ પરેશાન થઈ ગયો અને ડુંગરપુર આવ્યો. દરમિયાન તેની પત્નીનો બુરખો પહેરેલા યુવક સાથેનો ફોટો વાયરલ થયો હતો. ફોટામાં ઈરફાન હૈદર નામનો યુવક તેની પત્ની સાથે જોવા મળી રહ્યો છે. જે નવાઝ નગર (હિંમતનગર) ગુજરાતનો રહેવાસી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application