વિસાવદરના લીમધ્રા ગામે ૮૦ લાખના ૧.૩૬ કરોડ ચૂકવ્યા છતાં ૪૨ વિઘા જમીન પડાવી લીધી

  • January 30, 2023 07:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદર ના લીમધ્રા ગામે ૪ ટકા લેખે૮૦ લાખ ની વ્યાજની રકમ સામે૧. ૩૬ કરોડ ચુકવ્યા છતાં સિક્યુરિટી પેટે રાખેલી  ૪૨ વીઘા જમીન પરત ન આપી વધુ વ્યાજ વસૂલવા જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. 
​​​​​​​
આ અંગે વિસાવદર પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ લીમધ્રા ગામે રહેતા ભરત બાવચંદભાઈ ઉર્ફે બાવાભાઈ રાદડિયા અને તેની સાથે રહેલા શખ્સોએ પરબતભાઈ રાજતીયા અને રાજસિ જેઠાભાઈ પાનેરા પાસેથી ૪ ટકા વ્યાજે૮૦ લાખની રકમ લીધી હતી જેના બદલામાં ફરિયાદી અને શખ્સોએ સિક્યુરિટી પેટે  સર્વે નંબર ૧૮૯ ની ૪૨ વીઘા ખેતીની જમીન લખી આપેલ હતી ત્યારબાદ વ્યાજ સહિત ૧.૩૬ કરોડ થી વધુ ની રકમ ચૂકવી દીધા છતાં જમીન પરત ન આપી જમીન પચાવવા વ્યાજ સહિત વધુ પૈસાની  માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી અંગે ભરતભાઈ રાદડિયાએ ૨શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે   ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application