ધોરાજીના યુવાને પત્નીની સારવાર માટે લીધેલા રૂ.૧.૨૦ લાખના ૧.૯૩ લાખ ચૂકવ્યા છતાં ધમકી

  • January 13, 2023 06:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં વ્યાજખોરીની વધુ બે ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં ધોરાજીમાં રહેતા યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેણે બીમાર પત્નની સારવાર માટે અલગ અલગ ચાર શખસો પાસેથી રૂ.૧.૨૦ લાખ વ્યાજે લીધા હતાં.જેના બદલામાં રૂ.૧.૯૩ લાખ ચૂકવી દીધા છતા હજુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાનું જાણવા મળ્યું છે.
ધોરાજીના શાહજી હોલની સામે મિડલ કોલોનીમાં રહેતા નવાઝ સીરાજભાઇ પારૂપીયા(ઉ.વ ૩૨) નામના યુવાને ધોરાજી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીમાં વોકળાકાંઠે રહેતી ફાફુ ઉર્ફે ફાફુળી મતવા,બહારપુરમાં રહેતા મોઇન મતવા,અવેડા ચોકમાં રહેતા નિતીન પટેલ અને ગરબી ચોકમાં રહેતા જહીર ભગાડનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ચપલની લારીમાં મજુરી કામ કરે છે. તેણે એકાદ વર્ષ પૂર્વે પત્નીની બીમારીની સારવાર માટે ફાફુ ઉર્ફે ફાફુળી પાસેથી રૂ.૩૦ હજાર વ્યાજે લીધા હતાં.જેનું અઠવાડિયાનું રૂ.૯ હજાર વ્યાજ લેખે વ્યાજ ચૂકવ્યું હતું અને રૂ.૯૦ હજાર જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવાછતાં અવારનવાર ધમકી આપી ફરિયાદી અને તેમના પત્નીને માનસિક ત્રાસ આપતા હોય અને બળજબરીપૂવર્ક વ્યાજના નાણાં માગતા રહેતા હતાં.


જયારે નવેક માસ પૂર્વે મોઇન મતવા પાસેથી રૂ.૪૫ હજાર વ્યાજે લીધા હતાં જેનું આજદિન સુધી ૭૦ હજાર વ્યાજ ચૂકવી દીધું છે.છતા યુવાન અને તેની પત્નીને તે પોતે તથા માણસો મોકલી માનસિક ત્રાસ આપી વ્યાજના નાણા માંગતા રહે છે.છ મહિના પૂર્વે નિતીન પટેલ પાસેથી રૂ.૧૫ હજાર લીધા હતા જેના બદલામાં ૧૫ હજાર ચૂકવી દીધા છે.તથા અગિયાર માસ પૂર્વે જહિર ભગાડ પાસેથી ૩૦ હજાર લીધા હતા તેના ૨૮ હજાર ચૂકવી દીધા હતાં.આમ કુલ ૧.૨૦ લાખના બદલામાં રૂ.૧.૯૩ લાખ ચૂકવી દીધા છતા યુવાન તથા તેમના પત્ની બીમાર રહેતા હોય હવે વ્યાજની રકમ ચૂકવી ન શકતા ત્રાસ આપી ધમકી આપતા હોય યુવાને આ અંગે ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે મની લેન્ડની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
​​​​​​​
વ્યાજખોરીની અન્ય એક ફરિયાદમાં પડધરીના ખામટા ગામે રહેતા અને બ્રાસપાર્ટનો ધંધો કરતા પ્ન્ટિુ દામજીભાઇ ડોબરીયા(ઉ.વ ૨૭) નામના યુવાને પડધરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના બેડી ગામે રહેતા હાર્દિક ઉર્ફે લાલો ગોવિંદભાઇ ડાભીનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગત તા.૧૬/૬/૨૦૨૨ ના રોજ તેણે ૧૨ તોલા દાગીના ગીરવે મૂકી હાર્દિક પાસેથી રૂ.૨.૪૦ લાખ સાત ટકા લેખે વ્યાજે લીધા હતાં.તેમજ રૂ.૭ લાખ ચાર ટકા લેખે વ્યાજે લઇ કાર ગીરવે મૂકી હતી.સ્ટેમ્પ પેપરમાં ત્રણ મહિનામાં પૈસા પરત આપી કાર લઇ જવાનું લખાણ કરાવ્યું હતું.ત્રણ માસ સુધી રૂ.૩૦ હજાર વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું. હાર્દિકને વ્યાજ અને રૂ.૭ લાખ રોકડ ચૂકવી દીધા હોવાછતા દાગીના કે કાર પરત આપ ન હતી.ઉલટુ હજુ સાત લાખ આપવાના છે કહી મોરબી જકાતનાકા પાસે યુવાનને બેફામ મારમાર્યો હતો.જેથી અંતે યુવાને આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application