Heading : અદભુત ! રાજકોટના યુવકે એટલી સૂક્ષ્મ બનાવી ગણેશની મૂર્તિ, જોવા માટે પણ લેવો પડે બિલોરી કાચ

  • September 19, 2023 06:40 PM 

ગણપતિ મહોત્સવ આવે એટલે લોકો ગણપતિની મૂર્તિની સ્થાપના કરતા હોય છે. કેટલા લોકો નાના તો કેટલા લોકો મોટી ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે. વિશાળ પંડાલોમાં ઊંચી ઊંચી ગણપતિની મૂર્તિઓ રાખવામાં આવે છે. તેમજ લોકો ઘરે નાની મૂર્તિઓની સ્થાપના કરતા હોય છે. ત્યારે રાજકોટના એક વ્યક્તિએ ગણપતિની એવી મૂર્તિ બનાવી છે કે જે તમે નરી આંખે જોઈ ન શકો. આ સૂક્ષ્મ ગણપતિની મૂર્તિ જોઈને તમે પણ કહેશો કે, "અદભુત.."


રાજકોટમાં સૂક્ષ્મ ગણપતિને પેન્સિલની અણી પર બનાવવામાં આવ્યા છે એ પણ સોય દ્વારા કોતરણી કરીને. રાજકોટના વેલનાથ ચોક પાસે રહેતા અભિજીત બારૈયા નામના યુવકે આ મૂર્તિ તૈયાર કરી છે. ઘરે જ બનાવેલી આ મૂર્તિને જોવા માટે બિલોરી કાચ પણ ગોઠવવામાં આવ્યો છે. લોકો પણ અભિજીતની કારીગરી જોઈને અચંબિત થઈ ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application