મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં કુલ 81,954 ફોર્મ ભરાયા

  • December 11, 2023 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શનિવારથી પૂરો થયો છે. શનિવારે તમામ મતદાન મથકો પર બીએલઓને આખો દિવસ બેસાડીને મતદાર યાદીમાં નામ દાખલ કરવા, નામ સરનામામા સુધારા,ફેરફાર જેવી તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી. નવેમ્બર અને ડિસેમ્બર માસમાં ચાર વખત આ પ્રકારે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને કુલ 81954 ફોર્મ ચૂંટણી તંત્રને મળ્યા છે. ચૂંટણી શાખાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ મળેલા કુલ ફોર્મમાંથી મતદાર યાદીમાં નવા નામ દાખલ કરવા માટે 31025 ફોર્મ મળ્યા છે. રવિવારથી મતદાર યાદીમાં નવા નામ દાખલ કરવા અને સુધારા વધારા માટેની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. જે ફોર્મ મળ્યા છે તે માન્ય રાખવા કે કેમ તે મામલે નિર્ણય લઈને કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરવામાં આવશે અને આગામી તારીખ 5 જાન્યુઆરી 2024 ના રોજ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application