વેરાવળમાં દારૂના જથ્થા સાથે મચ્છીનો વેપારી ઝડપાયા

  • December 12, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની ૩૫ બોટલોના કિં. રૂ.૭૦ હજારના જથ્થા સાથે ડી-સ્ટાફ ટીમે મચ્છીના વેપારીને ઝડપી પાડતા ચકચાર પ્રસરી છે. થર્ટીફસ્ટ નજીક આવી રહી છે ત્યારે પ્યાસીઓ અને બુટલેગરો અત્યારથી જ પોતાની તૈયારી કરવા અર્થે સક્રીય થયા છે. જેને રોકવા સામે વેરાવળ પોલીસ પણ અત્યારથી જ સક્રીય બની હોય તેમ કડક કામગીરી શરૂ કરી છે જે અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ એ.એમ. મકવાણાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ આર.આર.ગળચર તથા સ્ટાફને મળેલી બાતમીના આધારે અત્રે ડાભોર રોડ ઉપર સીંધી સમાજની વંડી પાસે રહેતા મચ્છીના વેપારી રાજેશ ઉર્ફે કાંબલી બાબુ ચોમલ (ઉં.વ.૪૭)ના ઘરે દરોડો પાડ્યો હતો ત્યારે ઘરમાં એક થેલામાં રાખેલ મોંઘીદાટ વિદેશી દારૂની ૩૫ બોટલો કિં.રૂ.૭૦ હજારનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈ વેપારી સામે પ્રોબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application