જામનગર સમર્પણ નજીક બોલેરો પલ્ટી ખાઇ જતાં બે યુવકોને ઇજા

  • July 20, 2023 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના હર્ષદમીલની ચાલી પાછળ પ્રણામી ટાઉનશીપ-૩ ખાતે રહેતા કમલેશ પ્રેમજીભાઇ સીંગરખીયા (ઉ.વ.૩૯) તથા તેના મિત્ર મનસુખભાઇ બોલેરો પીકઅપ નં. જીજે૧૦ટીવી-૯૭૭૩માં બેસીને મોટી ખાવડી કંપની ખાતેથી જામનગર આવતા હતા.
દરમ્યાન તા. ૧૫ના સ્વામીનારાયણ મંદિરથી આગળ સમર્પણ પહેલા ડામર રોડ પાસે પહોચતા બોલેરોના ચાલકે પુરઝડપે અને માનવ જીંદગી જોખમાય તે રીતે બેફીકરાઇથી ચલાવી સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બોલેરો પલ્ટી મારી ગઇ હતી.
આ અકસ્માતમાં ફરીયાદી કમલેશભાઇને હાથ, ખભાના ભાગે ફ્રેકચર અને મનસુખભાઇને માથા, ગોઠણ અને નેણ પર મુંઢ ઇજા પહોચી હતી. આ અંગે કમલેશભાઇએ ગઇકાલે સીટી-સી ડીવીઝન પોલીસમાં બોલેરો ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application