ત્રણ શખ્સે ધમકી આપતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

  • September 23, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાલીતાણાના ચુવાળીયાના ઢોરા પાસે રહેતા યુવકના પત્નીએ ૬ દિવસ પહેલા શખસની હેરાનગતીને લઈ અરજી કરી હતી. જેને લઈ પોલીસે કાર્યવાહી કરેલ તે વાતને લઈ ત્રણ શખસે યુવકને આંતરી પોલીસે મારુ શુ બગાડી લીધુ તેમ કહી ધાક ધમકી આપતા શખસોની ધમકીથી ડરી જઈ યુવકે ગળાફાંસો ખાઈ આત્મ હત્યાનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. પાલીતાણાના ચુવાળીયાના ઢોરા વિસ્તારમાં રહેતા સાગરભાઈ રાજુભાઈ વાઘેલાએ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં આજ વિસ્તારમાં રહેતા દિનેશ પ્રેમજીભાઈ પરમાર, ધનશ્યામ ઉર્ફે ધુધા પ્રેમજીભાઈ પરમાર, લાલજી પ્રેમજીભાઈ પરમાર સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૫ના રોજ તેઓના પત્નીએ દિનેશ પરમાર સામે અવાર -નવાર હેરાન પરેશાન કરવા બાબતે અરજી આપી હતી. જેને લઈ પોલીસે તેની સામે કાયદેસર કાર્યવાહી કરી હતી. જેની દાઝ રાખી ગત તા. ૧૬ના રોજ તેઓ તેના ઘરેથી સાંજના શાકભાજી લેવા ગયા હતા. ત્યારે જામવાળી દરવાજા પાસે ઉક્ત શખસોએ તેને રસ્તામાં આંતરી દિનેશે કહેલ કે, પોલીસે મારુ શુ કરી લીધુ જો હુ છુટી ગયો અને તારે જેમ રહેવુ હોય જેમ રહેજે તને જોઈ લેવાનો છે. બાદ ધનશ્યામ અને લાલજીએ અપશબ્દો આપી જો આ બાબતે કોઈને ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. દરમિયાન ઉક્ત શખસોની બીક લાગતા ગત તા. ૧૮ના રોજ  તેઓના ઘરે જાતેથી ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે તેને પાલીતાણાની સદવિચાર હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ઉક્ત ફરીયાદ સંદ્રમે પોલીસે ત્રણેય શખસ સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application