બારાડીની બંદૂક ઘોડી બની વિજેતા
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે દર વર્ષની જેમાં આ વર્ષે પણ જાતરની ઉજવણી કરાઈ હતી. જેમાં આશરે વીસ હજાર જેટલા માઈ ભક્તો જોડાયા હતા. જાતરમાં ભાઈઓ તથા બહેનો દ્વારા પરંપરાગત ચારણી રાસની જમાવટ કરાઈ હતી. આ પ્રસંગે છ થી સાત હજાર જેટલા ભક્તોએ પ્રભુ પ્રસાદીનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી.
અહીંના સુવિખ્યાત શ્રી આવળ માતાજીના મંદિરે નવરાત્રીના પરંપરાગત મહોત્સવમાં સાથે અશ્વદોડનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ અશ્વદોડ સ્પર્ધામાં આ વિસ્તારના 35 જેટલા ઘોડેસવારોએ ભાગ લીધો હતો.
અશ્વની આ રેવાલ દોડ અને સ્પીડ દોડને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં બારાડીની બંદૂક નામની ઘોડી વિજેતા બની હતી. આ આયોજનમાં કેશોદ ગ્રામ પંચાયત દ્વારા બંને સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ તમામ ધાર્મિક આયોજનો માટે કેશોદ ગ્રામ પંચાયતના સરપંચ રંજનબેન કશ્યપભાઈ આહીર તેમજ તેમની ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech