કલ્યાણપુરના ગાગા મુકામે સિંધવી માતાજીના સાનિધ્યમાં ધર્મોત્સવ

  • October 05, 2024 11:22 AM 

હાલાઈ લોહાણા જ્ઞાતિના કાનાણી પરિવારના કુળદેવી શ્રી સિંધવી માતાજીના ગાગા (તા. કલ્યાણપુર) ગામે સ્થિત મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે શનિવાર તારીખ 12 ના રોજ વિજયા દસમી નિમિત્તે માતાજીના હવનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8:30 વાગ્યે હવનનો પ્રારંભ થશે. બપોરે 12:30 વાગ્યે બીડું હોમવામાં આવશે. ત્યાર બાદ 1 વાગ્યે માતાજીની આરતી, પુષ્પાંજલિ તથા મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેનો લાભ લેવા તમામ કાનાણી પરિવારજનોને સિંધવી માતાજીના ભક્ત કાકુભાઈ કાનાણી (ગાગા) તરફથી અપીલ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application