ભારતીય અર્થવ્યવસ્થા તેજ ગતિથી આગળ વધી રહી છે અને તેની સાથે દેશનો વિદેશી મુદ્રા ભંડાર પણ રેકોર્ડ તોડી રહ્યો છે. 27 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં એક કમાલ થઈ અને ભારતનું ફોરેક્સ રિઝર્વ (વિદેશી ભંડોળ) 700 બિલિયન ડોલરને પાર ગયું છે. આવું પહેલીવાર બન્યું છે. 12.58 અબજ ડોલરનો જંગી ઉછાળો આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના આંકડા જાહેર કયર્િ છે.
ભારતના ફોરેક્સ રિઝર્વે તેના અગાઉના તમામ રેકોર્ડ તોડીને નવા શિખરને સ્પર્શ કર્યો છે અને ઈતિહાસમાં પ્રથમ વખત ભારતનું ફોરેક્સ રિઝર્વ 700 અબજ ડોલરને વટાવી ગયું છે. વિદેશી મુદ્રા ભંડારમાં વધારાનો ટ્રેન્ડ ચાલુ છે અને 27 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં સતત 7મું સપ્તાહ હતું, જ્યારે દેશના ફોરેક્સ રિઝર્વમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જો આપણે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા શેર કરેલા ડેટા પર નજર કરીએ તો, ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 12.588 અબજ ડોલરનો વધારો નોંધવામાં આવ્યો છે, જે બાદ તે વધીને 704.885 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો છે. આ આંકડો ભારતના ફોરેક્સ રિઝર્વનું સર્વકાલીન ઉચ્ચ સ્તર છે. સેન્ટ્રલ બેંક તરફથી જણાવવામાં આવ્યું હતું કે, 27 સપ્ટેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ (એફએસએ)માં જોરદાર ઉછાળો આવ્યો છે અને તે 10.46 બિલિયન અમેરિકી ડોલર વધીને 616.15 બિલિયન અમેરિકી ડોલર થઈ ગયો છે. જણાવી દઈએ કે, દેશના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં વિદેશી ચલણ અસેટનું મોટું અને મહત્વપૂર્ણ યોગદાન હોય છે અને તેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-અમેરિકન કરન્સીમાં ફેરફારનો પણ સમાવેશ થાય છે.
ફોરેક્સ રિઝર્વની સાથે ભારતના ગોલ્ડ રિઝર્વમાં પણ જોરદાર વધારો થયો છે. આરબીઆઈના ડેટા અનુસાર, ગત સપ્તાહે ભારતના ગોલ્ડ રિઝર્વમાં 2.18 બિલિયન અમેરિકી ડોલરનો વધારો થયો છે અને તેનું મૂલ્ય 65.79 બિલિયન અમેરિકી ડોલર થઈ ગયું છે. જણાવી દઈએ કે, સરકાર અથવા સરકારી બેંકોમાં જમા કરાયેલું સોનું ’ગોલ્ડ રિઝર્વ’ છે. તે ભારતીય ચલણને ટેકો આપવા માટે જમા કરવામાં આવે છે. ગોલ્ડ રિઝર્વ વધતા દેશો માટે ફુગાવા સામે ખાતરી આપે છે અને અર્થતંત્રને ટેકો આપે છે.
સેન્ટ્રલ બેંકના ડેટામાં અન્ય આંકડાઓ પણ સામેલ હોય છે. તેમાંથી એક સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (એસડીઆર) છે, જેમાં 8 મિલિયન ડોલરનો વધારો થયો છે અને તે પછી હવે તે વધીને 18.54 બિલિયન ડોલર થઈ ગયો છે. જો કે, આરબીઆઈના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) પાસે રાખવામાં આવેલી દેશની રિઝર્વ કરન્સી રિઝર્વમાં 71 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે અને તે ઘટીને 4.387 અબજ ડોલર થઈ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવકનો ફાંસો ખાઈ આપઘાત
November 22, 2024 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech