પોરબંદરના બરડા ડુંગરમાં વનવિભાગ બાદ પોલીસે પણ સર્જીકલ સ્ટ્રાઇક કરીને એક ભઠ્ઠીનો નાશ કર્યો હતો. તે ઉપરાંત જિલ્લામાં અનેક જગ્યાએથી દેશી દા મળી આવ્યો હતો.
રાણાવાવ પોલીસે બરડાડુંગરમાં દાની ભઠ્ઠી તોડી
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં પ્રોહીબીશન, જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિભાગના પોલીસ અધિકારી ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન. તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહીબીશન પ્રવૃત્તિ કરતા ઇસમોને ત્યાં રેઇડો કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર આર.વી.મોરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો બરડા ડુંગર, જંગલમાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને મળેલ સંયુકત હકિકત આધારે બરડા ડુંગર વીડીનેશથી પશ્ર્ચિમે અડધો કિ.મી. દૂર હકીકતવાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા ભારા લખમણભાઇ મોરી, રહે. શેરમણકી નેશ, તા. રાણાવાવવાળાની દેશી દાની ભઠ્ઠી મળી આવેલ અને મજકુર ઇસમ વિધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.હાજર નહી મળેલ ભારા લખમણ મોરી રહે. શેરમણકી નેશ, તા. રાણાવાવવાળાની ભઠ્ઠીમાંથી દેશી દા બનાવવાનો આથો લીટર ૨૦૦ તથા ખાલી બેરલ નંગ-૧ તથા બોઇલર બેરલ નંગ-૨ તથા ફીલ્ટર બેરલ નંગ-૨ તથા ખાલી કેરબા નંગ-૨ તથા પતરાના ખાલી ડબ્બા નંગ ૪૫ તથા બળતણ (લાકડા) કિલો ૨૦૦ તથા ત્રાંબાની નળી નંગ બે મળી કુલ કિ.ા. ૮૬૨૫નો મુદ્ામાલ મળી આવેલ.આ કામગીરી રાણવાવ પોલીસ સ્ટેશાનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન. તળાવીયા તથા પોલીસસબ ઇન્સ્પેકટર આર.વી. મોરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જે. દાસા, તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામભાઇ, ભરત કાનાભાઇ દ્વારા કરવામાં આવેલ હતી.
દાના અન્ય દરોડા
કડીયાપ્લોટ શેરી નં. ૧માં કામદાર કલ્યાણકેન્દ્ર પાસે રહેતા સુમરીબેન જગદીશ પરમારના ઘરેથી ૧૦૦૦ા.નો દા મળી આવતા સવારે પોલીસમથકે હાજર થવા જણાવ્યુ હતુ. એજ રીતે આશાપુરા ઘાસ ગોડાઉન પાછળ રહેતી રાજીબેન નિલેષ ઉર્ફે ચકમક આશાભાઇ ગઢવીના કબ્જામાંથી ૮૦૦ ા.નો દા મળી આવતા સવારે પોલીસ સ્ટેશનમાં હાજર થવા સમજ આપવામાં આવી હતી.ઉપલેટાના પ્રાંસલા ગામે રહેતા કાના કરશન ભુવાને ૪૦૦ ા.ના દા સાથે અને જાવરની સોસાયટીમા રહેતા અજય છોટાલાલ વસાને ૮૦૦ ા.ના દા સાથે પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech