91 લાખની લોટરી જીતવાનો આવ્યો મેસેજ, મહિલાએ ફ્રોડ સમજી કર્યો ઈગ્નોર

  • February 16, 2023 04:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 


બધા દેશોમાં લોટરીના અલગ અલગ નિયમો છે. લોટરીની સૌથી સારી વાત એ છે કે ઘણી વખત ગરીબ લોકોની લોટરી લાગે છે અને તે એક જ ઝટકામાં અમીર થઈ જાય છે. જોકે અમેરિકામાંથી એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક મહિલાને વિશ્વાસ ન થયો કે તેની લોટરી નિકળી છે. મેસેજ આવવા પર તેણે ઈગ્નોર કર્યું. 

હકીકતે આ ઘટના અમેરિકાના મિશિગનની છે. અમેરિકી મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મહિલાએ થોડા દિવસ પહેલા ટિકિટ ખરીદીને પોતાની કિસ્મતનો દાવ લગાવ્યો હતો પરંતુ તેને ન હતી ખબર કે તેનું પરિણામ શું હશે. ઘણા લાંબા સમય બાદ હાલમાં તેને એક મેસેજ આવ્યો અને જાણકારી મળી કે તે લોટરી જીતી ગઈ છે. તેને વિશ્વાસ ન આવ્યો અને તેના મેસેજને ઈગ્નોર કર્યો.

રિપોર્ટ્સ અનુસાર આ મહિલા મિશિગનના ઓકલેન્ડ કાઉન્ટીની રહેવાસી છે. તેની પાસે જે મેલ આવ્યો હતો તેમાં લખેલું હતું કે મહિલાએ $110,689 એટલે કે 91 લાખ રૂપિયા જીતી લીધા છે. મહિલાએ જેવો તે ઈમેલને વાંચ્યો કે તે સ્કેમ છે અને કોઈ પણ લિંક પર ક્લિક કરવાથી તેના પૈસા કપાઈ જશે. મહિલાએ એમ પણ ન વિચાર્યું કે તે આ મેસેજને કોઈને વંચાવી લે અથવા એક વખત વેરિફાઈ કરી લે.

જ્યારે મહિલાએ તે લિંક પર ક્લિક ન કર્યું તો અમુક કલાકો બાદ તેની પાસે કોલ આવ્યો. તેને ખબર પડી કે તે હકીકતે લોટરી જીતી ચુકી છે. હકીકતે મહિલાએ મિશિગન લોટરીની વેબસાઈટ પર જેકપોટ ગેમ રમી હતી.જ્યાર બાદ 14 ડિસેમ્બરે લકી ડ્રોમાં તેનું નામ આવ્યું અને તે જીતી ગઈ. જ્યાં એ કન્ફર્મ થયું કે મહિલા જીતી ચુકી છે તે કંપનીમાં ગઈ અને પોતાના પૈસા લીધા. હાલ મહિલા અને તેનો પરિવાર ખુશ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application