રાજકોટનો કારખાનેદાર શાપર પાસે કારમાં પિસ્ટલ, ૫૧ કાટિર્સ સાથે પકડાયો

  • December 09, 2023 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપર–વેરાવળમાં ઓટોપાર્ટસનું કારખાનું ધરાવતા અને રાજકોટમાં ૧૫૦ ફટ રિંગરોડ પર ધરમનગર શિવમપાર્ક બ્લોક નં.૫૩એમાં રહેતા યુ.પી.ના વતની કૈલાશકુમાર રામસુમીરન શુકલા ઉ.વ.૫૦ને રાજકોટ રૂરલ એલસીબીએ સ્પોર્પિયો કારમાં પિસ્ટલ તથા ૫૧ કાટિર્સ સાથે ઝડપી પાડી ૨૦,૮૦,૬૦૦નો મુદ્દામાલ કબજે લીધો છે.

શાપરમાં કારખાનુ ધરાવતો યુ.પી.ના બારાબંકી જિલ્લ ાના હૈદરગઢના શુકલાપુરનો વતની કૈલાશકુમાર ગેરકાયદે હથિયાર ધરાવતો હોવાની એલસીબીના અબ્બાસ ભારમલને માહિતી મળી હતી. જે આધારે પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા તથા ટીમે વોચ ગોઠવી હતી. સ્ક્રોર્પિયો કાર લઈને નીકળેલા કૈલાશકુમારને અટકાવ્યો હતો. તલાસી લેતાં તેના કબજામાંથી પિસ્ટલ મળી આવી હતી. કાર ચેક કરતા અંદરથી ૫૧૦૦ની કિંમતના ૫૧ કાટિર્સ તથા ખાલી મેગ્ઝીન પણ મળી આવ્યું હતું.


પિસ્ટલ સાથે કાટિર્સનો મોટો જથ્થો પણ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. આમ્ર્સ એકટ હેઠળ ધરપકડ કરી કાર, મોબાઈલ ફોન, હથિયાર, મેગ્ઝીન કાટિર્સ મળી ૨૦,૮૦,૬૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપીની પૂછતાછ હાથ ધરાઈ હતી. તેણે હથિયાર રાખવા બાબતે એવી કેફિયત આપી હતી કે શાપરમાં પાડોશમાં કારખાનું ધરાવતા કારખાનેદાર સાથે માથાકૂટ થઈ હતી અને તેઓએ કારખાનામાં તોડફોડ કરી મારકૂટ પણ કરી હતી. માથાકૂટ થયા બાદ પોતે વતન યુ.પી. ગયો હતો. ત્યાંથી અજય નામના શખસ પાસેથી એકાદ માસ પહેલા હથિયાર અને કાટિર્સનો જથ્થો લઈ આવ્યો હતો. પોલીસ આરોપીએ આપેલી કેફિયતમાં તથ્ય શું? આટલાબધા કાટિર્સ રાખવાનું કે એકસાથે લાવવાનું કારણ શું? સહિતના મુદ્દે પુછતાછ સાથે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. એલસીબીના સ્ટાફના એએસઆઈ રવિદેવભાઈ બારડ, રોહિતભાઈ બકુતરા, મનોજભાઈ બાયલ, પ્રકાશભાઈ પરમાર, રસિકભાઈ જમોડ, દિલીપસિંહ જાડેજા આરોપીને પકડવામાં સાથે જોડાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application