સિહોર પોલીસની જુગારીઓ સામે તવાઈ, જુદા સ્થળેથી ૭ ઝડપાયા

  • August 30, 2024 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિહોર તાલુકામાં ઠેર-ઠેર મંડાયેલ જુગારની બાજીઓ પર પોલીસે દરોડા પાડી જુગારીઓની બાજી બગાડી છે સિહોરના ગુંદાળા રામનગરમાં પોલીસે રેડ અલગ અલગ રેડ કરી ૭ જુગારીને રોકડ, જુગાર સાહિત્ય સાથે ઝડપી લઇ લોકઅપ હવાલે કરી દીધા હતાં પોલીસે જુદા જુદા દરોડા પાડી તમામને રોકડ, જુગાર સાહિત્ય સાથે ઝડપી લઇ જુગારધારા તળે અલગ અલગ ગુના દાખલ કર્યા હતાં.સિહોર સહિત જીલ્લામાં શ્રાવણ મહિનામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ જુગારની બદી ફૂલીફાલે છે શકુનિઓ પોલીસ પકડથી ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા જુગારધામમાં ધામા નાખતા હોય છે ત્યારે સિહોરને અડીને આવેલા ગુંદાળા રામનગરમાં પોલીસ કાફલો જુદી જુદી જગ્યાએ ત્રાડકયો છે પોલીસે ૭ પતા પ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી માલમતા કબજે કરી છે. અલગ અલગ બે જગ્યાઓ પર ત્રાડકી સાત પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા ૧૩, ૬૦૦ સાથે નિલેષ રાઠોડ (ઉ.વ.૨૭ રહે.રામનગર પ્લોટ સિહોર), હિતેશ બારૈયા (ઉ.વ.૨૧ રહે.રામનગર પ્લોટ સિહોર), નિકુલ બારૈયા (ઉ.વ. ૨૪ રહે.રામનગર પ્લોટ સિહોર), સાગર બારૈયા (ઉ.વ. ૨૬  રહે. રામનગર પ્લોટ સિહોર),  પંકજ બારૈયા (ઉ.વ ૨૪ રહે.રામનગર પ્લોટ સિહોર), પ્રવિણ ગોહેલ (ઉ.વ.૨૭ રહે.રામનગર પ્લોટ સિહોર) અને   કલ્પેશ ચૌહાણ ઉ.વ.૩૧ રહે.રામનગર પ્લોટ સિહોર) ઝડપી લીધા હતા.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application