જામનગરમાં આગામી સોમથી શુક્રવાર સુધી ૧૦-૧૨ની પૂરક પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમ

  • July 07, 2023 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં આગામી તા.૧૦ જુલાઈથી ૧૪ જુલાઈ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ. એસ. સી. અને એચ. એસ. સી. ની પૂરક પરીક્ષા યોજાશે. પરીક્ષા દરમિયાન તેજસ્વી વિધ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. તેમજ પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્સ/ કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને અન્યાય થતો અટકાવવો જરૂરી છે.
જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ આગામી તા. ૧૦/૦૭/૨૦૨૩ થી આગામી તા.૧૪/૦૭/૨૦૨૩ દરમિયાન સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૬:૧૫ કલાક સુધી કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો કે દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં.
પરિશિષ્ટ મુજબના નિર્ધારિત કરવામાં આવેલા પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિને મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લ્યુ ટુથ, ઈયર ફોન, કેમેરા, લેપટોપ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક વોચ, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અનાધિકૃત સાહિત્ય, પુસ્તકો કે વસ્તુઓ સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ- ૧૮૬૦ ની કલમ- ૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. ઉક્ત કોપીયર મશીન માટેનો પ્રતિબંધાત્મક હુકમ સરકારી, અર્ધસરકારી અને જાહેર સાહસો સિવાયના કોપીયર મશીન વપરાશકર્તાઓને લાગુ પડશે નહીં.
**
પરીક્ષા માટેના જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રો
શારદા મંદિર હાઈસ્કૂલ, શ્રીમદ દયાનંદ ક્ધયા વિદ્યાલય, એલ. જી. હરિયા હાઈસ્કૂલ, ક્રિષ્ના સાયન્સ સ્કૂલ, ડી. એસ. ગોજીયા હાઈસ્કૂલ, એ. બી. વિરાણી ક્ધયા વિદ્યાલય, ભવન્સ એ. કે. દોશી વિદ્યાલય, જે. કે. સોની ક્ધયા વિદ્યાલય, પ્રણામી હાઈસ્કૂલ, ડી. સી. સી. વિવિધલક્ષી હાઈસ્કૂલ, સનશાઈન હાઈસ્કૂલ, બ્રિલિયન્ટ હાઈસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, સત્યસાંઈ હાઈસ્કૂલ યુનિટ- ૧ અને શ્રીમતી ગુ. શા. મહેતા ક્ધયા વિદ્યાલય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application