પ્રજ્ઞાન રોવર ફરી એકિટવ થઈ શકે છે: ઈસરો ચીફ

  • October 20, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈસરો ચીફ એસ સોમનાથે ચંદ્રયાન–૩ ના પ્રજ્ઞાન રોવરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રોવર ચંદ્રની સપાટી પર ફરીથી સક્રિય થઈ શકે છે. કોચીમાં એક કાર્યક્રમ દરમિયાન, યારે એસ સોમનાથને પૂછવામાં આવ્યું કે શું રોવર ફરીથી સક્રિય થશે, ત્યારે ઈસરોના વડાએ જવાબ આપ્યો કે તેની એકટીવ થવાની દરેક શકયતા છે. તેમણે કહ્યું કે પ્રજ્ઞાન રોવર પાસેથી હજુ પણ અપેક્ષાઓ બાકી છે.તેમણે કહ્યું કે રોવર હાલમાં ચંદ્રની સપાટી પર સ્લિપ મોડમાં છે પરંતુ તે ફરી સક્રિય નહીં થઈ શકે તે વાતને નકારી શકાય નહીં. તે ચંદ્રની સપાટી પર શાંતિથી સૂઈ રહ્યું છે. તેને સારી રીતે સૂવા દઈએ. અમે તેને હેરાન નહીં કરીએ. યારે તેને ઐંઘમાંથી જાગવાની જર પડે ત્યારે તે પોતાની મેળે જાગી જશે. અમે તેને ખલેલ પહોંચાડીશું નહીં.

ઈસરો ચીફે કહ્યું કે ચંદ્રયાન–૩ મિશનનો ઉદ્દેશ્ય સિદ્ધ થઈ ગયો છે. આ મિશન દ્રારા એકત્ર કરાયેલા વૈજ્ઞાનિક ડેટા પર સંશોધન થઇ રહ્યું છે. આ મિશનમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સામેલ હતા. દરેકે પોતપોતાના સ્તરે કામ પૂં કયુ. ૨ સપ્ટેમ્બરના રોજ, રોવરને સ્લિપ મોડમાં મોકલવામાં આવ્યું હતું. વિક્રમ અને રોવરના સ્લિપ મોડ પહેલા તમામ પેલોડસ બધં કરી દેવામાં આવ્યા હતા જેથી તેઓ સવાર સુધી યોગ્ય રીતે કામ કરી શકે. સોમનાથે જણાવ્યું હતું કે યારે રોવરનું માઈનસ ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ પર પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે ઓછા તાપમાને પણ તેના ફંકશન કામ કરી રહ્યા હોવાનું જણાયું હતું. જો કે, ૪૨ દિવસના લાંબા મિશન પછી, રોવરને લેન્ડિંગ દરમિયાન આંચકો અનુભવાયો હતો. રોવર રેડિયેશનના સંપર્કમાં પણ આવ્યું હતું. આ કારણોને લીધે પ્રજ્ઞાનને રિકવરીમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, આ સંભાવનાને નકારી શકાય તેમ નથી. ઘણા જટિલ પરિબળોને ધ્યાનમાં રાખીને પ્રજ્ઞાનની આગાહી કરવી મુશ્કેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application