નગરપાલિકા કક્ષાએ કમિટી બનાવી ગેમ ઝોન સંબંધની તપાસ કરવા હુકમ

  • May 28, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં સરકારી તત્રં અને સંચાલકોની બેદરકારીથી ગેમ ઝોનમાં સર્જાયેલા અગન તાંડવમાં બાળકો સહિત માનવ જીંદગીઓ રોળાયાના પગલે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ દ્રારા રાજયની તમામ નગરપાલિકાઓમાં ગેમઝોનમાં તપાસનો આદેશ કરાયો છે. ગેમ ઝોન સંબંધેની તપાસ કરવા ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ફાયર બ્રિગેડ, બાંધકામ, વીજ તંત્ર, મહેસૂલ, પોલીસ અને મિકેનીકલ અધિકારીઓની ટીમને દોડાવવામા આવી રહી છે. વિવિધ સરકારી તંત્રની કામગીરી પર સવામણન સવાલ ઉભો કરી દેનારા અગનકાંડના કારણે રાબેતા મુજબ જ આ સંબંધે રાય વ્યાપી તપાસના આદેશ કરી દેવાયા છે. તેમાં તમામ નગરપાલિકા વિસ્તારમાં પણ તપાસ શ કરવામાં આવી છે. તારીખ ૨૬મીએ જ આ મુદ્દે પ્રાદેશિક કમિશનરની કચેરી, નગરપાલિકાના તમામ ઝોનમાં પણ તપાસ કરવા હત્પકમ કરાયો છે. આ માટે નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ટીમ બનાવીને તપાસ કરવા જણાવાયું છે.

ફાયર ઓફિસર અને સિવિલ ઇજનેરે ઝોનમાં ક્ષેત્રફળ મુજબ માણસોની મહત્તમ વહન ક્ષમતા જાહેરમાં પ્રદર્શિત કરાયાની તથા આપાતકાલીન માર્ગ અને ફાયર સેટીની તપાસ કરવાની રહેશે. વીજ તંત્રે ઉપકરણો અનુસાર પાવર લોડ, વાયરોની ઇન્ટેગ્રીટી અને ઇન્સોટલેશન તપાસવાના રહેશે. મીકેનીકલ તંત્રે સાધનોની યોગ્યતા અને કાર્યદક્ષતા તપાસવાની છે. પાલિકાના ઇજનેરે જે બિલ્ડીંગમાં ગેમિંગ ઝોન હોય તેની સ્ટકચરલ સ્ટેબીલીટી સર્ટીફીકેટ તપાસવાના રહેશે. કોમન જીડીસીઆર અનુસાર આગના સમયે બહાર નીકળવાના માર્ગની તપાસ કરવાની છે. બિલ્ડીંગની બીયુ પરમિશન અને ફાયર સેટી સર્ટીફીકેટની તપાસ કરવાની રહેશે

ઇલેકટ્રીકલ અને ફાયર સેટી તથા સામાન્ય જરૂરતના લેખાજોખા થશે
નગરપાલિકાના ચીફ ઓફિસરે ગેમિંગ ઝોનમાં કરાયેલી તપાસનો રિપોર્ટ આપ્યા બાદ ચેકલિસ્ટ પ્રમાણે ઇલેકટ્રીકલ સેટી ફાયર સેટી અને ગેમિંગ ઝોનમાં સામાન્ય જરતો સંબંધે શું સ્થિતિ છે. તેના લેખાજોખા કરવા માટે પણ ત્રણ અધિકારીઓની નિમણૂક કરાઇ છે.આ રિપોર્ટ તૈયાર કરીને સોટ કોપીમાં તેમજ સહી સિક્કા સાથે પીડીએફ ફોર્મેટમાં દેવા આદેશ આપવામાં આવ્યો છે

મંજૂરી ન હોય તો ગેમિંગ ઝોન બંધ

ગેમ ઝોનમાં શું તપાસ કરવી તેના માટે ચેકલિસ્ટ પણ અપાયું છે. તેમાં પોલીસ અને મહેસૂલી તત્રં દ્રારા ગેમિંગ ઝોન ચલાવવા માટે નિયમ મુજબના મંજુરી, લાયસન્સ આપવામાં આવેલા છે, કે નહીં તેની સ્થળ પર ચકાસણી કરવાની છે. જો તપાસ દરમિયાન ગેમિંગ ઝોનના સંચાલકોએ મંજુરી મેળવેલી ન હોવાનું જણાય તો તુરતં ગેમ ઝોન બધં કરાવી દેવાનો આદેશ અપાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application