૧૨ દી'માં જોશીમઠ ૫.૪ સેમી ધસ્યું: ઉત્તરકાશીમાં ભૂકંપ

  • January 13, 2023 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સેટેલાઈટ તસવીરો પરથી ભયંકર પરિસ્થિતિ દેખાઈ, હાઇકોર્ટે બે મહિનામાં સરકારી કમિટી પાસેથી રિપોર્ટ માગ્યો




ઉત્તરાખંડના જોશીમઠ પવિત્ર શહેરની અવસ્થા વધુને વધુ ગંભીર અને ચિંતાજનક બની રહી છે. કેન્દ્ર અને રાય સરકાર દ્રારા નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે પરંતુ જોશીમઠની જમીન ખુબ જ ઝડપથી ધસી રહી હોવાથી ચિંતા વધુ તિવ્ર બની છે. વધુ મકાનોમાં તિરાડો પડી રહી છે અને તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સેટેલાઈટ તસવીરો પરથી જોશીમઠની સ્થિતિ વધુ ભયંકર બતાવવામાં આવી છે.
ઈસરોના રિપોર્ટમાં સેટેલાઈટ તસવીરોના આધાર પર એવી માહિતી આપવામાં આવી છે કે પવિત્ર શહેરમાં પરિસ્થિતિ દિન પ્રતિદિન વધુ ગંભીર બની રહી છે અને પાછલા ૧૨ દિવસ દરમિયાન જમીન ૫.૪ સે.મી. જેટલી ધસી ગઈ છે જે ખરેખર ચિંતાજનક બાબત છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ઘણા બધા મકાનોમાં હવે તિરાડો પડી રહી છે અને સતત બરફ વર્ષા અને વરસાદને પગલે તત્રં વાહકોને કામગીરીમાં પણ અવરોધ ઊભો થઈ રહ્યો છે. ચિંતાની બાબત એ છે કે ખૂબ જ ઝડપથી જમીન નીચે સરકી રહી છે અને તિરાડો ની સંખ્યા વધી રહી છે અને વધુ પહોળી તિરાડો પણ દેખાઈ રહી છે.





ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂકપં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાંથી આફત હટવાનું નામ નથી લઈ રહી. શુક્રવારે મોડી રાત્રે ૨.૧૨ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૨.૯ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ૨૪૦ કિમી દૂર હતું. જોકે આંચકો તીવ્ર ન હતો પરંતુ આ આંચકા જોશીમઠની ધસતી જમીનને વધુ નુકસાન પહોંચાડે તેવી આશંકા છે.





જોશીમઠની ભૂમિ ભૂસ્ખલનને કારણે પહેલેથી જ ધસી રહી છે. ૭૬૦ મકાનોની ઓળખ કરવામાં આવી છે જેમાં આંશિક અથવા ગંભીર તિરાડો પડી છે. આમાંથી ઘણી ઇમારતો ગંભીર હાલતમાં છે જેના કારણે તેને તોડી પાડવી પડી છે. આવી સ્થિતિમાં તાજેતરના ભૂકંપના આંચકા પછી પહેલેથી જ નબળા આ મકાનોને વધુ નુકસાન થવાની આશંકા છે.





ઉત્તરાખંડના જોશીમઠમાં સ્થિતિ ગંભીર છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં ભૂસ્ખલનના કારણે સેંકડો મકાનોમાં તિરાડો જોવા મળી રહી છે. ૧૦૦ થી વધુ પરિવારોને તેમના ઘરોમાંથી દૂર કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. જોશીમઠમાં અસરગ્રસ્ત પરિવારોને . ૧.૫ લાખની વચગાળાની રાહતની જાહેરાત કરવામાં આવી છે. સીએમ ધામીએ કહ્યું  છે કે, બાદમાં બજારના દર પ્રમાણે વળતર આપવામાં આવશે.





મહત્વનું છે કે, ૧૨ જાન્યુઆરીએ બે હોટલ તોડવાની કામગીરી શ કરવામાં આવી હતી. પરંતુ વરસાદના કારણે કામ અધવચ્ચે જ અટકાવવું પડું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ખરાબ હવામાનને કારણે એસડીઆરએફની ટીમે જોશીમઠ સ્થિત મલેરી ઇન હોટલના ડિમોલિશનનું કામ અટકાવી દીધું હતું. શુક્રવારે સવારે ફરીથી ડિમોલિશનની કામગીરી શ કરવામાં આવશે. સાથે જ સ્થાનિક લોકોના વિરોધને કારણે ડિમોલિશનની કામગીરી અટકાવવી પડી હતી.



જોશીમઠ શહેર આખું ગરક થઈ જવાનો ભય, ઈસરોનો રિપોર્ટ

ઉત્તરાખંડના જોશીમઠ પવિત્ર શહેર પર ભારે સંકટ ઊભું થયું છે અને હવે પરિસ્થિતિ વધું ગંભીર બની રહી હોવાના અહેવાલો બહાર આવી રહ્યા છે. લોકોના વિરોધ પ્રદર્શન વચ્ચે બે હોટલના બાંધકામને તોડવાની પ્રક્રિયા શ કરાઈ હતી પરંતુ બરફ વર્ષાને કારણે તેને અટકાવી દેવી પડી છે. જોકે હવે ઈસરોના રિપોર્ટમાં અતિ ભયંકર પરિસ્થિતિ બતાવવામાં આવી છે અને એવી દહેસત વ્યકત કરવામાં આવી છે કે સેટેલાઈટ તસવીરો પરથી જે મુજબની ગંભીર પરિસ્થિતિ દેખાઈ રહી છે તેને જોતા એવું લાગે છે કે આખે આખું જોશીમઠ શહેર ડૂબી જવાનો ખતરો ઊભો થયો છે. દરમિયાનમાં નૈનીતાલ હાઇકોર્ટે સતત થઈ રહેલા ભૂસ્ખલનને લઈને દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી અંગે સુનાવણી કરી હતી અને હાઇકોર્ટે બે મહિનામાં સરકારી કમિટી પાસેથી રિપોર્ટ આપવાની માગણી કરી છે. કોર્ટે એવી સૂચના આપી છે કે સીલ બધં કવરમાં રિપોર્ટ રજૂ કરવાનું રહેશે. ઈસરોના રિપોર્ટમાં ભયંકર પરિસ્થિતિ બતાવવામાં આવી રહી છે અને સેટેલાઈટ તસવીરોને ટાંકીને જે અહેવાલ આપવામાં આવ્યો છે તે ભારે ચિંતા કરાવનારો છે કારણ કે ઇસરોના રિપોર્ટે સેટેલાઈટ તસવીરો પરથી એમ કહ્યું છે કે આખે આખું શહેર ડૂબી જવાનો ખતરો ઊભો થઈ ગયો છે. હવે વધુ કેટલા ઘરોમાં તિરાડો પડી રહી છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે ત્યારે રાય અને કેન્દ્ર સરકાર બંને સક્રિય છે અને વડાપ્રધાન ખુદ દરરોજની પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને માહિતી મેળવી રહ્યા છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્રારા પણ ગઈકાલે ટોચ લેવલના અધિકારીઓ અને મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application