સતીયા સીમમાં ક્રિકેટ સટ્ટા કેસમાં ફરારી આરોપી ઝબ્બે

  • July 24, 2023 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીની સુચના તથા પેરોલ ફર્લોના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગે જ‚રી વર્કઆઉટમાં હતા.
દરમ્યાન સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, ભરતભાઇ ડાંગર, કાસમભાઇ બ્લોચ તથા મહીપાલ સાદીયાને મળેલ બાતમી આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કાલાવડ ગામની સીમના ખેતરમાથી પકડાયેલ ક્રિકેટ સટ્ટાના જુગારના કેસમાં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો આરોપી સવાગર ગોબર જેતપુરીયા (ઉ.વ.૩૪) રહે. ગ્રીનપાર્ક, કોઠારીયા મેઇન રોડ રાજકોટ વાળો જામનગર મીગ કોલોનીમાં આવેલ છે જે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા મળી આવતા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application