બે મહિના સુધી આકાશમાં ચમકશે મિનિ મૂન: થશે બે ચંદ્રો પ્રકાશિત

  • September 16, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રહસ્યોથી ભરેલા બ્રહ્માંડમાં આ મહિને એક મિની મૂન પૃથ્વીની આસપાસ ફરશે. અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટી અનુસાર, રાત્રે બે ચંદ્રો પ્રકાશિત હશે. 'એસ્ટરોઇડ ૨૦૨૪ પીટી–૫' નામનો લઘુગ્રહ ૨૯ સપ્ટેમ્બરથી ૨૫ નવેમ્બર સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. આ એક અનોખો નજારો હશે, યારે ચંદ્રની સાથે આકાશમાં અન્ય એક તેજસ્વી બિંદુ દેખાશે.
અમેરિકન વૈજ્ઞાનિકોએ આ એસ્ટરોઇડની શોધ ૭ ઓગસ્ટે કરી હતી. તે ૨૯ સપ્ટેમ્બરે પૃથ્વીની એટલી નજીક આવશે કે તે આપણા ગ્રહના ગુત્વાકર્ષણમાં આવી જશે અને લગભગ બે મહિના સુધી ચંદ્રની જેમ પૃથ્વીની આસપાસ ફરશે. રિપોર્ટ અનુસાર, એસ્ટરોઇડનો વ્યાસ લગભગ દસ મીટર છે. તેના પરિભ્રમણની ઝડપ ચંદ્રની ગતિ કરતા ઓછી હશે. અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે એસ્ટરોઇડ ૨૦૨૪ પીટી–૫' ૨૯ સપ્ટેમ્બરથી ૨૫ નવેમ્બર સુધી પૃથ્વીના ગુત્વાકર્ષણમાં રહેશે, પરંતુ તે પૃથ્વીની એક ભ્રમણકક્ષા પૂર્ણ કરી શકશે નહીં, કારણ કે તે પહેલાથી જ ગુત્વાકર્ષણની બહાર જશે. આ એસ્ટરોઇડ ખૂબ જ નાનો છે. લોકો તેને નરી આંખે જોઈ શકશે નહીં. તે માત્ર મોટા ટેલીસ્કોપથી જ જોઈ શકાશે. થોડા વર્ષેા પહેલા આવો જ એક નાનો લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થયો હતો. તેને મીની મૂન પણ કહેવામાં આવતો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application