પ્રાંસલી,પાનેલી, ડુમિયાણી અને વીરપુરમાં જુગાર રમતા મહિલા સહિત ૨૭ ઝડપાયા

  • September 16, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લામાં જુગારના ચાર દરોડામાં પોલીસે એક મહિલા સહીત ૨૭ શખ્સોને રોકડ ૨,૬૨,૦૧૦ની મત્તા સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે, ભાયાવદર પોલીસે પ્રાંસલા, પાનેલી ગામે, વીરપુર પોલીસે મેવાસા ગામે,ઉપલેટા પોલીસે ડુમિયાણી ગામે દરોડા પાડા હતા.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ ભાયાવદર પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, પાનેલી ગામની સીમમાં વલાસણ રોડ પર આવેલી અશ્વિન મગનભાઈ ઝાલાવડીયાની વાડીના રહેણાંક મકાનમાં પોતે બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી વાડી માલિક અશ્વિન મગનભાઈ ઝાલાવાડિયા, રાજેશ લવજીભાઈ વિરાણી, હિરેન દામજીભાઈ પાંચાણી, અતુલ જેન્તીભાઇ ભાલોડીયા, અલ્પેશ વલ્લભભાઈ ગજેરા (રહે.તમામ મોટી પાનેલી). કમલેશ હીરાભાઈ તન્ના (રહે–ઉપલેટ)ને ઝડપી પાડા હતા અને તમામ પાસે રહેલી રોકડ ૧,૭૨,૮૭૦ની મત્તા કબ્જે કરી હતી. બીજા દરોડામાં પ્રાંસલા ગામે જાહેરમાં કેટલાક શખસો તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે, એ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ચના, પાંચાભાઇ કોડીયાતર (રહે–વડેખણ, તા.ઉપલેટા), ભરત ઉર્ફે ભરતો લખમણભાઇ મકવાણા (રહે.માલણકા, તા.કુતિયાણા), ચના નાજાભાઇ શામળા, કરમણ વેજાભાઇ શામળા મનીષ ઉર્ફે જુગલ સુદાભાઈ શામળા, વીરા નાજાભાઇ શામળા, મુળુ ઉકાભાઇ ઓડેદરા (રહે– પાંચેય.પાટણ, અંધારિયાનેશ. તા.જામજોધપુર)ને ઝડપી પાડી રોડક ૧૦,૭૦૦ની મત્તા કબ્જે કરી ભાયાવદર પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વીરપુરના મેવાસામાં જુગારનો દરોડો
વીરપુર પોલીસે મેવાસા ગામે ઇરીગેશન વિભાગના સરકારી કવાર્ટર પાછળ સ્ટ્રીટ લાઈટના અંજવાડે જુગાર રમતા ખોળા રામભાઈ ટારીયા, રાવજી મચ્છા સાનીયા, મુકેશ ભુપતભાઇ બારૈયા, મુના ઉર્ફે ચકો જગાભાઈ સરવૈયા, હિતેશ બાળકદાસ પરબીયા, ગીતાબેન ઉર્ફે નીતા સોમાભાઈ કંડોરીયા (રહે તમામ મેવાસા), વાલજી બચુભાઈ કંડોરીયા (રહે રબારીકા,તા.જેતપુર) વાળાઓને ઝડપી લઇ રોકડ ૫૧,૭૦૦ની મત્તા કબ્જે કરી વીરપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

ઉપલેટાના ડુમિયાંણીમાં જુગાર રમતા સાત ઝડપાયા
ઉપલેટા પોલીસનો સ્ટાફ ડુમિયાણી ગામ તરફ હતો ત્યારે બાતમી મળી હતી કે, ડુમીયાણી ગામે રબારી વાસમાં જાહેરમાં કેટલાક શખ્સો તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અતુલ હમીરભાઇ ભારાઈ, ભાવેશ બાવનભાઈ ભારાઈ, સુરેશ નાનજીભાઈ કરમટા, વિશાલ કરશનભાઈ ભારાઈ, બીજલ હીરાભાઈ ભારાઈ, ભીમા ડાયાભાઇ ભારાઈ, ભીખા સામતભાઇ ભારાઈ તમામ રહે ડુમિયાણીને પકડી પાડી રોકડ ૨૬,૭૪૦ની મત્તા કબ્જે કરી ઉપેલેટા પોલીસે કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application