રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકા પાસે આવેલા ન્યારી-૧ જળાશયમાં તા. ૧૮ના બપોરે ૨ કલાકની સ્થિતિએ પાણીનું લેવલ ૧૦૪.૨૫ મીટર છે. આથી, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઈશ્વરીયા, લોધીકા તાલુકાના હરીપર (પાળ), વડવાળી વાજડી, ખંભાળા, ન્યારા, પડધરી, રામપુર, રંગપુર, તરઘડી, રાજકોટ તાલુકાના ગઢેવાળી-વાજડી, વેજાગામ, વેજાગામ (વાજડી) અને વાજડી (વિરડાવાળી) ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે.
આ ઉપરાંત, ઉપલેટા તાલુકા પાસે આવેલા વેણુ-૨ જળાશયમાં તા. ૧૮ના બપોરે ર કલાકની સ્થિતિએ પાણીનું લેવલ ૫૫ મીટર છે. હાલ આ ડેમના ૩ દરવાજા ૦.૩૮ મીટર ખુલ્લા છે. આથી, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નાગવદર, નીલાખા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં સુચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech