જામનગરમાં ઠંડીમાં શાકભાજીની બજાર ગરમ: લસણના કિલોના ર૪૦!

  • December 14, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુવાર, ભીંડો, ડુગળી, પરવળ, લીંબુ અને આદુ શિયાળામાં સસ્તુ હોય છે છતાં પણ આ વખતે મોંઘાદાટ

સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા હોય છે, પરંતુ જામનગરમાં છેલ્લા અઠવાડિયાથી લીલા શાકભાજીના ભાવમાં કોઈ ઘટાડો થયાંનથી. જે શાક સસ્તા હોય તે ૪પથી ૮૦ના કિલો લેખે બજારમાં વેંચાય છે. હરરાજીમાં ખેડૂતોને ધાર્યા કરતાં ખૂબ નીચા ભાવ મળે છે અને વચ્ચેના દલાલો મલાઈ તારવતા હોય લોકો સુધી શાકભાજી પહોંચતા મોંઘા દાટ બની જાય છે! દા.ત. શિયાળામાં રિંગણાં અને ફૂલાવરના ભાવ ૧પથી રપ કિલો લેખે હોય છે, પરંતુ આ ભાવ આ વખતે હજુ આવ્યા નથી. લસણે તો માઝા મૂકી છે અને નવા લસણના એક કિલોના ભાવ રુા.ર૪૦થી રપ૦ બોલાઈ રહ્યાં છે. ગૃહિણીઓનું બજેટ આઘું-પાછુ થઈ રહ્યું છે ત્યારે શિયાળાના દિવસોમાં શાકભાજી સસ્તા થાય તેવી લોકો આશા સેવી રહ્યાં છે.
શાકભાજીના ભાવ જોઈએ તો ડુંગળી રુા.૪૦થી પ૦, કોબી ૪પથી પ૦, ફલાવર ૪પથી પપ, રીંગણા ૩પથી ૪૦, વાલોડ ૪૦થી પ૦, ટમેટાં રપથી ૩૦, બાટાટા રપથી ૩૦, મેથીનું પુરિયું ૧પથી રપ, કોથમિર ર૦, ગાજર ૩૦થી ૪૦, મૂળા (પુરિયું) ર૦, ગુવાર ૭૦થી ૮૦, ભીંડો ૮૦ના કિલો લેખે વેંચાઈ રહ્યાં છે.
ખરી રીતે શિયાળામાં મેથી, રીંગણા, ફૂલાવર, ગાજર ખૂબ જ સસ્તા હોય છે અને ક્યારેક ક્યારેક તો રુા.૧૦થી ૧પમાં ટમેટાં-રિંગણાં મળતાં હોય છે. ખંભાળિયાના રિંગણાં ઓળા માટે ખૂબ જ પ્રખ્યાત છે તેનો ભાવ પણ હાલ ૪૦થી પ૦ બોલાઈ રહયાં છે! મરચાં ૭૦થી ૮૦ કિલો મળે છે. શાકભાજી શિયાળામાં સસ્તા હોવા જોઈએ તેના બદલે ગયા શિયાળા કરતાં મોંઘા છે અને ભાવ ઊતરતાં નથી.
આજુબાજુના ગામડાઓમાંથી લીલા શાકભાજી, કોબી, રીંગણાં, મરચાં, મેથી, કોથમરી, ગાજરની આવક મબલખ હોય છે. જો કે, આવક તો આ વખતે ખૂબ જ છે, પરંતુ હરરાજીમાં નીચા ભાવ હોય છે પરંતુ શાક માર્કેટમાં પહોંચી મોંઘુ થાય છે ત્યારબાદ રેંકડીઓ-શેરી અને ગલીઓમાં વેંચતાં ફેરિયાઓ પાસેથી શાક મોંઘુ લેવામાં આવે છે.
આ વખતે ખંભાળિયા પંથકમાં પણ શાકભાજીની બજાર ગરમ છે, અગામી દિવસોમાં ભાવ ઉતરે એવી આશા પણ છે. ડુંગળીના ભાવ ૮૦થી ૯૦ થયાં બાદ હાલમાં સારી ડુંગળીના ભાવ ૩૦થી ૪૦ (કિલો)ના બોલાય છે. દર વખતે એક-બે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જાય છે, ટમેટાં ભાવ ૧૦૦ થયાં હતાં, લીંબુ પણ ૧૦૦ને વટાવી ગયેલાં, પરંતુ હવે લીંબુ પ૦થી ૬૦ વચ્ચે રહ્યાં છે.
ઠંડી શરુ થઈ ચૂકી છે, ગૃહિણીઓનું બજેટ તિતર-વિતર થઈ ગયું છે. કારણ કે, શાકભાજીના ભાવ ઉતરતાં નથી તેની સામે વિકલ્પરુપે ગૃહિણીઓ કઠોળ બનાવતાં હતાં તેના ભાવમાં પણ ૧પથી ર૦ ટકાનો વધારો થતાં લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application