સાગઠિયાએ મંજૂર કરેલી 80 ઈમ્પેક્ટ ફાઈલો થશે નામંજૂર

  • July 08, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર બાંધકામો નિયમિત કરવાની ઇમ્પેક્ટ ફીની સ્કિમ હેઠળ અગાઉ (અગ્નિકાંડ પૂર્વે) મંજુર કરાઇ હોય તેવી સ્કૂલ અને હોસ્પિટલોના કેસની 80 જેટલી ફાઇલો રિવિઝનમાં લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ખાસ કરીને શહેરમાં કાર્યરત શાળા કોલેજના બિલ્ડીંગ અને વિવિધ ખાનગી હોસ્પિટલના બિલ્ડીંગમાં સેલરમાં ગેરકાયદે બાંધકામો કરવામાં આવેલા છે તેમજ બિલ્ડીંગ ટેરેસ ઉપર ફાઇબરના ડોમનું નિમર્ણિ કરવામાં આવ્યું છે, અગાઉ આ પ્રકારના ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટે ઇમ્પેક્ટ ફીની સ્કીમ હેઠળ મૂકવામાં આવેલી અરજીઓને ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. દરમિયાન હવે અગ્નિકાંડ બાદ પરિસ્થિતિ પલટાઈ જતા તેમજ હાઇકોર્ટની ફટકાર અને સરકારની સૂચનાઓ બાદ રાજકોટ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ એવા નિર્ણય ઉપર આવ્યા છે કે શાળાઓ અને હોસ્પિટલોના સેલરમાં તેમજ ટેરેસ ઉપર થયેલા ફાઇબર ડોમના ગેરકાયદે બાંધકામની ફાઈલો અગાઉ ઇમ્પેક્ટ ફીની સ્કીમ હેઠળ મંજૂર થઇ હોય તો પણ હવે નામંજુર કરવા નિર્ણય લેવામાં આવશે. આ પ્રકારની ગંભીર વિચારણા અને હિલચાલથી સમગ્ર શહેરની આર્કિટેક્ટ લોબી અને ક્ધસલ્ટિંગ સિવિલ એન્જીનિયર્સમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
દરમિયાન મહાપલિકાના જાણકાર વર્તુળોમાં એવી પણ ચચર્િ છે કે પૂર્વ સસ્પેન્ડેડ ટીપીઓ દ્વારા ઇમ્પેક્ટ ફીની સ્કિમ ઉપરાંત મંજૂર કરાયેલી અન્ય અનેક ફાઇલો તેમજ અન્ય અમુક બાંધકામોના પ્લાન પણ રિવિઝનમાં લેવાય તેવી શક્યતા નકારી શકાતી નથી, જો આવું થાય તો જેમના પ્લાન કે ફાઈલો મંજૂર થયેલી છે તેમની શું સ્થિતિ સર્જાશે ? તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે કદાચ અન્ય અનેક નવા પ્રકરણો બહાર આવે તો પણ નવાઈ પામવા જેવું રહેશે નહીં.
ઇમ્પેક્ટ ફીની સ્કીમ હેઠળ મંજૂર થયેલી શાળાઓ અને હોસ્પિટલોના ગેરકાયદે બાંધકામોની ફાઈલો નામંજૂર કરવા માટે હાલના તબક્કે ગંભીર વિચારણા ચાલી રહી છે પરંતુ એકાદ સપ્તાહમાં આ અંગે સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા છે. ઉપરોક્ત પ્રકારની કેટેગરીની કુલ 80 જેટલી ફાઈલો મંજૂર થઈ છે જે નામંજૂર કરવામાં આવે તેવી શક્યતા છે. સતાવાર રીતે અધિકારીઓ હજુ મગનું નામ મરી પાડતા નથી પરંતુ આ મામલે એકાદ બે મીટીંગ પણ યોજાઈ ગઈ છે અને ગંભીર વિચારણા બાદ તંત્રવાહકો નિષ્કર્ષની નજીક પહોંચી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News