રાજકોટના કુવાડવા નજીક બામણબોરમાં આવેલી ગ્રીનપ્લાઇ કંપ્નીની ઓફિસમાંથી 3 ચેકની ચોરી કરી કોઇ અજાણ્યા શખસે મુંબઇ અને સુરતની બેંકમાંથી રૂ.1.98 કરોડ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કર્મચારીની સર્તકતાથી આ શખસનો ઇરાદો બર આવ્યો ન હતો.આ અંગે કર્મચારીએ ફરિયાદ કરતાં એરપોર્ટ પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.જોકે આ છેતરપિંડીના પ્રયાસના આ ગુનામાં કોઇ કર્મચારીની જ સંડોવણી હોવાની શંકા સેવાઇ રહી છે.પોલીસ દ્વારા હાલ આ મામલે એકાઉન્ટ વિભાગના કર્મચારીઓની કોલ રેકોર્ડ અને જરૂરી દસ્તાવેજની તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, દિલ્હી રહેતા અને કલકતાની ગ્રીનપ્લાઇ કંપ્નીમાં નોકરી કરતા કૃષ્ણકુમારસિંગ ઉદિતસિંગ રાજપૂત(ઉ.વ 36) એ એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખસનું નામ આપ્યું છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે દિલ્હીમાં ગ્રીનપ્લાઇ કંપ્નીમાં આઠ વર્ષથી લીગલ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા છે. ગઇ તા.5ના રોજ તેની હેડ ઓફિસેથી ફોન આવ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે, રાજકોટની ઓફિસમાંથી કોઇ પૈસા ઉપાડવા બાબતે કોઇ પ્રશ્ન હોવાનું જણાવતા તેને રાજકોટ આવી તપાસ કરી હતી.
બામણબોરની કંપ્નીમાં મેનેજર શાલુ ભોલાની ઓફિસમાંથી ત્રણ ચેકની ચોરી કરી જેમાંથી બે ચેક પ્લાન્ટ હેડ શિવકુમારની ખોટી સહીઓ કરી મુંબઇ બે બેંકોમાંથી ચેક નાખ્યા હતા અને બેંકમાંથી રૂપિયા ઉપડી ગયા હતા જેનો મેસેજ આવતા તેને ફોન કરી બેંકને આ પૈસા ઉપાડવાના ન હોવાનું જણાવ્યું હતું અને રકમ તેના ખાતામાં પરત આવી ગઇ હતી. ત્યાર બાદ સુરત બેંકમાં ચેક નાખતા તેને ફોન કરી જાણ કરતાં તેના ખાતામાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હોય બેંકે જાણ કરી હોવાનું અને કોઇ અજાણ્યા શખસે કંપ્નીના કર્મચારીની ખોટી સહીઓ કરી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હોય જેથી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે એરપોર્ટ પોલીસે અજાણ્યા શખસ સામે છેતરપિંડીના પ્રયાસ અંગેનો ગુનો નોંધી એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ ગામીતની રાહબરીમાં ટીમે હાલ એકાઉન્ટ વિભાગના કર્મચારીઓની કોલ રેકર્ડ અને જરૂરી દસ્તાવેજ ચકાસવામાં આવી રહ્યા છે.ચેક લઇ જવાના પ્રકરણમાં ઘરના ઘાતકી હોય તેવી શંકા સેવાઇ રહી છે.ત્યારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech