કેડિલાના સીએમડી રાજીવ મોદી સામેના દુષ્કર્મ કેસમાં આજે હાઈકોર્ટનો ચુકાદો

  • December 22, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરુધ્ધ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી રિટની સુનાવણીમાં પીડિતા અને સરકારપક્ષ તરફ્થી એફીડેવીટ રજૂ કરવામાં આવી હતી. સરકારપક્ષ તરફ્થી એફીડેવીટ રજૂ કરી સ્પષ્ટ કરાયું હતું કે, મહિલા પોલીસ મથકના એ વખતના સીસીટીવી ફુટેજ મળ્યા નથી. એક મહિનો જેટલો જ સીસીટીવી સંગ્રહ થાય છે ત્યારબાદ ઓવરરાઇટ થઇને નવુ રેકોર્ડિંગ થાય છે. તો, પીડિત યુવતી તરફ્થી ગત તા.9 અને 10 એપ્રિલના રોજ પોલીસ કમિશનર સહિતના સંબંધિત સત્તાવાળાઓને કરાયેલી ફરિયાદ કે જેમાં હત્યાના પ્રયાસ અને જાતીય સતામણીના આક્ષેપો કરાયા હતા તે અને ટ્રાન્સ્ક્રીપ્ટ અંગે સોગંદનામું રજૂ થયું હતું અને જણાવ્યું હતુ કે, પોલીસ દ્વારા આ કેસમાં સાચી હકીકતો છુપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.


તાજેતરમાં ચચર્સ્પિદ બનેલા કેડિલાના સી એમ ડી રાજીવ મોદીના કેસમાં પોલીસ તપાસ મુદ્દે કોર્ટમાં સુનાવણી દરમિયાન મોટો ખુલાસો થયો છે. જેમાં પોલીસ સ્ટેશનના સીસીટીવી મુદે સરકારનો ચોંકાવનારો જવાબ આવ્યો છે. જેમાં સરકારે કોર્ટમાં સોગંદનામુ રજુ કરતા જણાવ્યું કે, આર્થિક કારણોથી માત્ર એક જ મહિનાના સીસીટીવી ફૂટેજ રાખવામાં આવ્યા છે.


જ્યારે ગુજરાત હાઇકોર્ટમાં રાજીવ મોદી દુષ્કર્મ કેસને લઈ વધુ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કેડિલા કેસમાં યુવતીના વકીલ રાજેશ મિશ્રાએ દલીલ કરતાં કહ્યું હતું કે મહિલા પોલીસે પીડિતા સાથે જબરદસ્તી સેટલમેન્ટ કરાવ્યું હતું, પીડિતા પાસે મહિલા પોલીસની વાતનું રેકોર્ડિંગ પણ હતું, પીડિતાનો આક્ષેપ હતો કે તેની સાથે દુષ્કર્મ થયું હતું, ખોટી માહિતી આપી એને ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે ભારત લવાઈ હતી.


જોકે અરજદારે ફાઈલ કરેલી પિટિશન ક્રોનોલોજીમાં નહોતી, આથી કોર્ટે સંપૂર્ણ ઘટના અને ફરિયાદો ક્રોનોલોજીમાં માગી હતી. જ્યારે અરજદારે 11 એપ્રિલથી 20 એપ્રિલ સુધીના મહિલા પોલીસ મથકના સીસીટીવીના પુરાવા સુરક્ષિત કરવા માગ કરી હતી. જેના ફુટેજ મળ્યા નથી અને પોલીસ પાસે નથી તેવું પણ સામે આવ્યું છે. કોર્ટે ઘટના અને ફરિયાદ ક્રોનોલોજીમાં માગતાં 15 ડિસેમ્બરે અરજદારના વકીલ તેને ટેબલ ફોર્મેટમાં કોર્ટ સમક્ષ મૂકવામા આવી હતી ત્યારબાદ વધુ સુનાવણી હાથ ધરી હતી અને આજે હાઈકોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરાય તેવી શકયતા છે. આ દરમિયાન અમદાવાદ જેવા શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ન હોવા મુદ્દે સરકારે જવાબ રજૂ કર્યો છે. આ તરફ નોંધનીય બાબત છેકે, સુપ્રીમ કોર્ટમાં પરમવીરસિંહ કેસના નિર્દેશો મુજબ એક વર્ષ સુધી સીસીટીવી રેકોર્ડિંગ રાખવા પડે, અરજદારના વકીલનું કહેવું છે કે આ સુપ્રીમ કોર્ટના નિર્દેશનો અનાદર છે.


આ સાથે અમદાવાદ પોલીસે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ન હોવાએ સુપ્રિમ કોર્ટના ચુકાદાનો અનાદર કર્યો છે. બંન્ને પક્ષોની સુનવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. જેની પર આજે હાઈકોર્ટ દવારા ચુકાદો આવી શકે તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application