રાજકોટના મોરબી રોડ પર ગ્રીનલેન્ડ ચોકડીથી જૂના જકાતનાકા તરફ જતાં રાજકોટ મોરબી હાઇવે ઉ૫ર આવેલ રેવન્યુ સર્વે નં.75 પૈકીની સરકારી ખરાબાની જમીન ચો.મી.4047 એટલે કે એક એકર જેટલી જમીન ઉ૫ર છેલ્લા કેટલાંક સમયથી ગેરકાયદેસર દબાણો થઈ ગયા હતા. જોકે રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચનાથી 10 જેટલા દબાણ હટાવવામાં આવ્યા છે. જેમાં સાડીના કારખાનાથી લઈ અને નર્સરી પણ સામેલ છે. વહીવટી તંત્ર દ્વારા દબાણ વાળી જગ્યા ઉપર બૂલડોઝર ફેરવી 40 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
સરકારી જમીન ખુલ્લી કરાઈ
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે પ્રાંત અઘિકારી ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર પૂર્વ એસ.જે. ચાવડા તથા તેમની ટીમ દ્વારા આજ રોજ સરકારી ૫ડતર જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ સાડીનું કારખાનું, 4 ઓરડીઓ, ચા-પાનની દુકાનો, કારખાનાના મજૂરો માટેના 4 રૂમો, નર્સરી વગેરે દૂર કરવામાં આવ્યા અને સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
મોટા માથાઓમાં ફફડાટ વ્યાપી ગયો
સરકારી જમીનોમાં ગેરકાયદેસર રીતે દબાણો કરનાર સામે કાયદેસર રીતે કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવું મામલતદાર દ્વારા જણાવવામાં આવેલ છે. હાઇ-વે ઉ૫ર કરવામાં આવેલ આ દબાણો દૂર કરવાની કામગીરીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં તથા કહેવાતા મોટા માથાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સર્કલ ઓફિસર સત્યમ શેરસિયા, તલાટી ધારાબેન વ્યાસ, આર.એમ.સી.ના જેસીબી, પીજીવીસીએલ સ્ટાફ તથા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રીના ઉપવાસ કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
March 28, 2025 03:49 PMઆરોગ્ય સેવાઓમાં કર્મચારીઓની મોટાપાયે અછતનો કેગનો અહેવાલ
March 28, 2025 03:48 PMપોરબંદરમાં કયાંય દા, ગાંજો, ચરસ, ડ્રગ્સ વહેચાતા હોય તો પોલીસનો સંપર્ક કરો
March 28, 2025 03:48 PMપોરબંદરમાં ગેસની નળી લીકેજ થતા લાગી અતિ ભયાનક આગ
March 28, 2025 03:47 PMવનાણા ના ટોલનાકાના પ્રશ્ર્નનો નિવેડો લાવવા વિડિયો કોન્ફરન્સમાં થઈ રજૂઆત
March 28, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech