ચૈત્ર નવરાત્રીનો તહેવાર 30 માર્ચ, રવિવારથી શરૂ થઈ રહ્યો છે. આ દિવસને હિન્દુ નવા વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ભક્તિ સાથે સંકળાયેલો છે. નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ઉપવાસ કરવાનો પણ નિયમ છે. કેટલાક લોકો નવે નવ દિવસ ઉપવાસ રાખે છે.
ન્યુટ્રીશનિસ્ટ કહે છે કે નવરાત્રીનો ઉપવાસ ફક્ત આધ્યાત્મિકતા સાથે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સાથે પણ સંબંધિત છે. આ સમય દરમિયાન શરીરને ખાવાની આદતોમાંથી વિરામ મળે છે પરંતુ જો નવરાત્રીના બધા દિવસ ઉપવાસ કરવાનું વિચારી રહ્યા છો તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જાણો નિષ્ણાતો ઉપવાસ રાખવા વિશે શું ખે છે.
બોડી ચેકઆપ કરાવો
જો નવરાત્રીમા ઉપવાસ કરવાનું વિચારી રહ્યા છો તો સૌ પ્રથમ એ જાણવાની જરૂર છે કે શરીર સ્વસ્થ છે કે નહીં. આ માટે, તમારા શરીરની તપાસ કરાવવી જોઈએ. આનાથી શરીરના બ્લડ સુગર લેવલ અને કોલેસ્ટ્રોલ વિશે ખબર પડશે.
પુષ્કળ પાણી પીવો
નિષ્ણાતો કહે છે કે ઉપવાસ દરમિયાન વ્યક્તિએ પૂરતું પાણી પીવું જોઈએ. આનાથી શરીર હાઇડ્રેટ રહેશે અને શરીરનું તાપમાન પણ સંતુલિત રહેશે. આ વખતે ઉનાળો માર્ચમાં જ આવી ગયો છે. આવી સ્થિતિમાં, ઉપવાસ દરમિયાન ઓછું પાણી પીવાથી શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે.
તેલયુક્ત ખોરાક ટાળો
નવરાત્રીના ઉપવાસ પહેલા, વધુ પડતા મરચાં-મસાલા અને તેલયુક્ત વસ્તુઓ ન ખાઓ. આનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. હળવો અને સાદો ખોરાક લેવો જોઈએ. આ ઉપરાંત, મીઠાઈઓ અને મીઠાનું સેવન મર્યાદિત માત્રામાં કરો.
નવરાત્રી દરમિયાન શું ખાવું જોઈએ?
નવરાત્રીના ઉપવાસ દરમિયાન હળવો ખોરાક લેવો જોઈએ. સામાન્ય રીતે લોકો ફળો, દૂધ, સાબુદાણા, સિંઘાડાના લોટની રોટલી, બટેટા, મખાના, ચીઝ વગેરે ખાય છે. આ વસ્તુઓમાંથી શરીરને ઊર્જા મળે છે. જોકે, તેને વધુ તેલ કે ઘીમાં રાંધવાનું ટાળો. આ ઉપરાંત આહારમાં હાઇડ્રેટિંગ ફળોનો સમાવેશ કરો. રાત્રે દૂધ પી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડના હાથલા સ્થિત શનિ મંદિરે શનિવાર સાથે અમાસનો સંયોગની ધામધૂમપૂર્વક થતી ઉજવણી
March 31, 2025 12:14 PMસલાયા: ચૈત્રી નવરાત્રીની દીપ પ્રાગટ્ય દ્વારા કરાતી વિધિવત શરૂઆત
March 31, 2025 12:06 PMહળવદ : 10 પાડાઓને કતલખાને ધકેલાઈ એ પહેલા બચાવી લેવાયા
March 31, 2025 12:03 PMમલાઈકા કુમાર સંગાકારાને ડેટ કરી રહી હોવાની જોરદાર ચર્ચા
March 31, 2025 12:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech