ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે કેગ દ્વારા રાજ્યની આરોગ્ય સેવાને લઈને ચિંતાજનક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. રિપોર્ટ અનુસાર રાજ્યમાં આરોગ્ય સેવાઓમાં કર્મચારીઓની મોટી અછત હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વર્ષ 2016 થી 2022 દરમિયાન 9983 આરોગ્ય કર્મચારીઓની ભરતી છતાં અછત યથાવત રહી છે. જાહેર આરોગ્ય સંસ્થાઓમાં તબીબોની 23 ટકા અને નર્સોની 6 ટકા ઘટ રહી છે.રાજ્યના 33 માંથી 19 જિલ્લાઓમાં 25 ટકા કરતા વધુ તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ ઓછો હોવાની વિગતો બહાર આવી છે.
આ સિવાય રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓની અસમાન ભૌગોલિક વહેંચણી સુધારવી જરૂરી હોવાનું નોંધવામાં આવી છે.આ રિપોર્ટ સામે સરકારના દાવા પણ છે. સરકારના દાવા અને નવી જાહેરાતો સંદર્ભે કેગ રિપોર્ટ પછી રાજ્ય સરકારે ત્વરિત જવાબ આપતાં કહ્યું કે આરોગ્ય વ્યવસ્થાને મજબૂત કરવા માટે બજેટ અને નવી ભરતીની જાહેરાતો કરવામાં આવી છે.વર્ષ 2024 25 માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું બજેટ 23385 કરોડ રૂપિયા હતું જેમા ગત વર્ષ કરતાં 32.40 ટકા નો વધારો થયો છે. કેન્સર અને ગંભીર રોગોની સારવાર માટે વધારાનું ફંડ ફાળવવામાં આવ્યું છે.
આ સિવાય મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના સુદ્રઢીકરણ પર ફોક્સ કરતા ગ્રામ્ય આરોગ્ય સુવિધાઓ માટે નવું અપગ્રેડેશન પ્લાનમા ભરતી અને હકીકત વચ્ચે તફાવત જોવા મળી રહ્યું છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આરોગ્ય વિભાગમાં 2800 થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઈ છે. તેમાં જનરલ સર્જન ફિઝિશિયન ગાયનેકોલોજિસ્ટ ઓર્થોપેડિક સર્જન ડર્મેટોલોજિસ્ટ રેડિયોલોજિસ્ટ અને એનસ્થેટિસ્ટ જેવા પદો સામેલ છે.
પરંતુ કેગ રિપોર્ટ મુજબ ભરતી પછી પણ તબીબોની 23 ટકા અને નર્સોની 6 ટકા અછત યથાવત છે. કેગ રિપોર્ટે સાબિત કર્યું છે કે આરોગ્ય ક્ષેત્રે ગુજરાત હજુ પણ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. સરકાર નવી યોજનાઓ અને ભરતીઓની વાત કરી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ રિયલિટી પ્રમાણે સ્ટાફની અછત અને ભૌગોલિક અસમાનતા હજુ ઉકેલાઈ નથી.
આરોગ્ય સેવામાં સુધારો માટે સરકાર અને કર્મચારીઓ વચ્ચે સંવાદ આવશ્યક હોવાનું નોંધાયું છે.હકીકત અને દાવાઓ વચ્ચે તફાવત દૂર કરવા માટે તાત્કાલિક પગલાં જરૂરી છે. નાગરિકોને ગુણવત્તાસભર અને સરળ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થવી જોઈએ. ગુજરાતની આરોગ્ય સેવા સુધરશે કેગ રિપોર્ટ હકીકત દર્શાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડના હાથલા સ્થિત શનિ મંદિરે શનિવાર સાથે અમાસનો સંયોગની ધામધૂમપૂર્વક થતી ઉજવણી
March 31, 2025 12:14 PMસલાયા: ચૈત્રી નવરાત્રીની દીપ પ્રાગટ્ય દ્વારા કરાતી વિધિવત શરૂઆત
March 31, 2025 12:06 PMહળવદ : 10 પાડાઓને કતલખાને ધકેલાઈ એ પહેલા બચાવી લેવાયા
March 31, 2025 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech