પોરબંદરમાં જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં એવું જણાવાયુ હતુ કે કયાંય દા, ગાંજો, ચરસ, ડ્રગ્સ વહેચાતા હોય તો પોલીસનો સંપર્ક કરવાનો રહેશે.પોરબંદર મદદનીશ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં જિલ્લા નશાબંધી અમલીકરણ સમીતીની બેઠકમાં બોલાવામાં આવેલ જેમાં તાલુકા નશાબંધી અમલીકરણ સમીતીનીબેઠક બોલાવવામાં આવેલ જેમાં તાલુકા નશાબંધી અમલીકરણ સમીતીની બેઠકના મુદા બાબતે સમીક્ષા કરવામાં આવેલ અને વર્તમાન પરિસ્થિતિ બાબતે બીનસરકારી સભ્યો પાસેથી અભિપ્રાય મેળવી આગળ કેવી રીતે નશાબંધી પ્રસાર-પ્રચાર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો કરવા તે બાબતે ચર્ચા કરવામાં આવેલ. ત્યારબાદ બિનસરકારી સભ્યો દ્વારા પોતાના જે તે વિસ્તારમાં દા, ડ્રગ્સ, ગાંજો તથા ચરસ જેવા માદક પદાર્થોનો ગેરકાયદેસર ઉપયોગ કે વેચાણ થતુ હોય તો જાણ કરવી તેમજ તે બાબતે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ અધ્યક્ષસ્થાનેથી મદદનીશ પોલીસ અધિક્ષકે જણાવ્યુ.આ મીટીંગમાં પોરબંદર જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક તેમજ પોરબંદર નશાબંધી અધિક્ષક તેમજ પોરબંદર જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિના બીન સરકારી સભ્યો હાજર રહેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિ સમુહ ભોજનનું ભવ્ય આયોજન
March 31, 2025 01:15 PMધારાસભ્ય કાંધલ જાડેજા એ કર્યા ભગવાન શનિદેવના પૂજન અર્ચન
March 31, 2025 01:11 PM100 થી વધુ પોરબંદર વાસીઓએ કર્યું કોસ્ટલ ટ્રેકિંગ
March 31, 2025 01:10 PMહળવદ : નેપાળ એજ્યુકેશન એન્ડ ઇન્ફર્મેશનલ સેન્ટરની શરૂઆત
March 31, 2025 01:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech