દો બુંદ જિંદગી કી... દ્વારકા જિલ્લામાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવાયા

  • December 11, 2023 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે "નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે" અંતર્ગત જિલ્લાના આશરે ૯૮,૦૦૦ બાળકોને જુદા જુદા બુથ પર તથા બીજા અને ત્રીજા દિવસે ઘરે ઘરે જઈને, સ્લમ વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, ક્ધસ્ટ્રક્શન સાઇટ, ખેત મજૂરના બાળકોને આવરી લેવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ અંતર્ગત ગઈકાલે રવિવારે પ્રથમ દિવસે જિલ્લા પંચાયતના પ્રમુખ રિધ્ધિબા શક્તિસિંહ જાડેજા દ્વારા અહીંના ગાયત્રી નગરમાં આવેલા પોલિયો બુથમાં બાળકોને ટીપા પીવડાવીને બુથને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સાથે જિલ્લાના તમામ ગામોમાં આંગણવાડી, સબસેન્ટર તથા શાળાના બુથ પર બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી તથા આરોગ્ય સ્ટાફ અને આંગણવાડી કેન્દ્રના સ્ટાફ સાથે સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ રીદ્ધિબા જાડેજા દ્વારા જિલ્લાના તમામ બાળકોને પોલિયો વેક્સિનથી આવરી લેવા માટે આમ જનતાને અપીલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application