દીન-દુ:ખીયાના વ્હાલા, વસ્તાબાપા કેશવાલા

  • October 03, 2023 11:46 AM 

ફૂલછાબના પૂર્વ તંત્રી કૌશિક મહેતા દ્વારા લિખિત પુસ્તકમાં કરવામાં આવેલા સેવાકીય કાર્યોની સવિસ્તાર માહિતી


જામનગરના જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવાકીય કાર્યો થકી સુવાસ ફેલાવનાર સમર્પણ જનરલ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલા કે જેઓ વસ્તાબાપાના ઉપનામથી જાણીતા છે, તેમના જીવન પર ફૂલછાબના પૂર્વ તંત્રી કૌશિકભાઇ મહેતા દ્વારા દીન દુ:ખીયા વ્હાલા વસ્તાભાઇ કેશવાલા નામનું પુસ્તક લખવામાં આવ્‌યું છે, જેનું વિમોચન ગત રવિવારે કરવામાં આવ્યું હતું.


પ નવતન પૂરીધામ ખીજડા મંદિરના મહંત શ્રી કૃષ્ણમણિજી મહારાજ, સ્વામી લક્ષ્મણદેવજી મહારાજ, ફૂલછાબના પૂર્વ તંત્રી કૌશીકભાઈ મહેતા, દ્વારા ભાયાભાઈ કેશવાલા તથા વસ્તાભાઈ કેશવાલાની ઉપસ્થિતીમાં ખીજડા મંદિરના પટાંગણમાં નગરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું.


જામનગરના કબીર આશ્રમ દ્વારા સંચાલિત સમર્પણ હોસ્પિટલ જેનું સંચાલન વાસ્તાભાઈ કેશવાલા કરી રહ્યા છે. વાસ્તાભાઈ કેશવાલાનું નામ જામનગર માટે અજાણ્યું નથી, એમના જીવન કવન પર લખાયેલં આ પુસ્તક સમાજ માટે પ્રેરણારૃપ બને એવું છે.


પોરબંદર જિલ્લામાંથી એમના પરિવારનું જામનગર આવવું અને ખેતી કરવી. એમાંય ખાસ કરીને ચીકોરીની ખેતી કરવી એ કે જેમાંથી કોફી બને છે. ખેતી કસદાર નથી અને એમાં વળતર નથી એવી ફરિયાદો કરનારે વાસ્તાભાઈને એકવાર જરૃર મળવું જોઈએ. ચીકોરીથી માંડી ચંદન સુધીની ખેતી એ કરી જાણ છે. પણ એમેને હ્યદયની નજીક તો છે જામનગરનાં કબીર ધામ સંચાલીત સમર્પણ હોસ્પિટલ, કબીર પંથ સાથે આ પરિવારનો અનોખો નાતો છે. અને આજે જામનગર અને આસપાસના બે જીલ્લાના ગરીબો માટે સમર્પણ હોસ્પિટલ આશીવર્દિ છે. અહીં સસ્તા દરે ગરીબોની સારવાર થાય છે અને સામાન્ય દર પણ પરવડે નહીં એવા ગરીબોને વાસ્તાભાઈ વ્યક્તિગત રીતે મદદરૃપ થાય છે. હોસ્પિટલમાં અત્યાધુનિક સાધન-મશીન છે એ માટે વાસ્તાભાઈના પરિવારે ખાસ્સુ આર્થિક યોગદાન આપ્યું છે.


આ પુસ્તક વિમોચન વેળાએ લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ લાખાભાઇ કેશવાલા, જાણીતા બિલ્ડર મહેશભાઇ વારોતરીયા, સમર્પણ જનરલ હોસ્પિટલના ડો. હિમાંશુ પાઢ, ડો. જોગીન જોશી, જામનગર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ અશોકભાઇ નંદા, પૂર્વ મંત્રી ડો. રણમલ વારોતરીયા, ચેતન માધવાણી, કેશવારાસના જેસાભાઇ કેશવાલા, ડો. અમિત ઉદાણી, વી.એમ.  મહેતા પંચવટી કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ દિલીપ આશર સહિતના નગરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.


જામનગરના કબીર આશ્રમની પ્રવૃત્તિ જગજાણીતી છે. અનેક સેવાકીય કાર્યો થાય છે. આ જગ્યાના મહંત શાંતિદાસજી અને રામચરણદાસજીનાં આશીવર્દિ વાસ્તાભાઈ અને એમના પિતા જેઠાભાઈ કેશવાલા પર રહ્યા છે. જામનગરના કબીર આશ્રમ અને એના આ મહંત વિષે પણ આ પુસ્તકમાં સવિસ્તાર માહિતી છે. વાસ્તાભાઈ દ્વારા કબીર આશ્રમ થકી અને એમના પરિવારીક ટ્રસ્ટ તરફથી પણ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. હિમાંશુભાઈ પાઢ, તથા ડો. જોગીન જોષીએ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application