ખંભાળિયા સહિત સમગ્ર તાલુકામાં રામ મંદિરના નિર્માણ પ્રસંગે આનંદ ઉત્સવ યોજાશે ખાસ બેઠકનું આયોજન થયું

  • December 21, 2023 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આશરે પાંચ સદીના લાંબા સંઘર્ષ પછી અયોધ્યા ખાતે આગામી તા. ૨૨ ફેબ્રુઆરીએ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદીર બનીને તૈયાર થઈ ગયું છે. જેમા રામલલ્લાની પધરામણી પણ થઈ રહી છે. ત્યારે ખંભાળિયા તાલુકાના ગામે ગામમાં આ નઆનંદ ઉત્સવન ભવ્ય રીતે ઉજવાય અને તાલુકાના દરેક ઘરે અયોધ્યાથી આવેલ ભગવાન શ્રીરામની પ્રસાદી પહોંચે સાથે સાથે ભગવાન શ્રી રામના આ મંદિરની માહિતી આપતી પત્રિકા સાથે મંદિરનો સુંદર ફોટોગ્રાફ પહોંચે તેની તૈયારીના ભાગરૂપે તાલુકા પંચાયતના ઘનશ્યામસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ સી.એલ. ચાવડા, ઉપસરપંચ રાજુભાઈ ભરવાડ તથા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસના વરિષ્ઠ આગેવાનો અને ગામે ગામના સરપંચોની ઉપસ્થિતિમાં તૈયારીના ભાગરૂપે અત્રે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આ આયોજન દરમિયાન તારીખ ૨૧ ફેબ્રુઆરીના રોજ આનંદ ઉત્સવ કાર્યક્રમ યોજવા તથા જુદા જુદા ગામોના વિવિધ મંદિરોમાં ધાર્મિક આયોજનના મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. જેમાં રામ મંદિર નિર્માણના આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application