ધ્રોલના ગોલીટા ગામમાં શ્રમિકનો આપઘાત

  • November 07, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકલવાયા જીવનથી કંટાળી કુવામાં ઝંપલાવ્યું
ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં ખેત મજૂરી કામ કરતા પારપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના એકલવાયા જીવનથી કંટાળી જઈ કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ધ્રોલ તાલુકાના ગોલીટા ગામના ખેડૂત અશોકભાઈ વાલાભાઈ માખેલાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાકેશ શંકરભાઈ ડામોર નામના ૨૫ વર્ષના શ્રમિક યુવાને કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકની માતા સાગરીબેન શંકરભાઈ ડામોરે પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
 પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જે ઘણી કુટેવ વાળો હતો, અને છેલ્લા કેટલાક દિવસથી એકલવાયું અને રખડતું ભટકતું જીવન જીવતો હતો. તેમ જ ગુમસૂમ રહેતો હતો. જે એકલવાયા જીવનના કારણે તેને લાગી આવતા કુવામાં પડી આત્મહત્યાનું પગલું ભરી લીધુ હતું.
***
અકસ્માતે દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા કનકસિંહ ભગુભા જાડેજા નામના ૩૦ વર્ષના યુવાન થોડા દિવસ પૂર્વે એક ખાનગી કંપનીમાં પાઈપ શીફ્ટીંગનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ગરમ વરાળના કારણે દાઝી જતાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગત તારીખ ૧૩ ઓક્ટોબરના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ દશરથસિંહ ભગુભા જાડેજા (ઉ.વ. ૨૮) એ અહીંની પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application