જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સની અટકાયત

  • September 04, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંઢીયાપુલ પાસે પોલીસ પ્રગટી : ૪૪ હજારનો મુદામાલ કબ્જે

જામનગરના સાંઢીયાપુલ પાસે એશીયાકપના ભારત-પાકિસ્તાનના મેચ પર સટ્ટો રમતા શખ્સને રોકડ, મોબાઇલ મળી ૪૪ હજારના મુદામાલ સાથે સીટી-સી પોલીસે પકડી લીધો હતો.
જામનગરના સાંઢીયાપુલ સામે આવેલ સરદારનગર શેરી નં. ૯માં રહેતા સાગર બિપીન ચાવડા (ઉ.વ.૨૯) નામના શખ્સને શનિવારે સાંઢીયા પુલ પાસે હોટલની બાજુમાં ઉભા રહીને મોબાઇલ એપ્લીકેશનમાં વેબસાઇટ પર એશીયા કપની ભારત પાકિસ્તાન વચ્ચેની મેચનું લાઇવ પ્રસારણ નિહાળીને ફોનથી સોદાઓ પાર પાડી જુગાર રમતો હતો જેના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડી સાગરને રોકડ ૪૦૯૦ તથા એક મોબાઇલ મળી કુલ ૪૪૦૯૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો.
**
સતીયાની સીમમાં ક્રિકેટ સટ્ટામાં વધુ એક આરોપી પકડાયો
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જેથી જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીની સુચના મુજબ પેરોલ ફર્લોના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગે જરુરી વર્કઆઉટમાં હતા.
દરમ્યાન સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, રણજીતસિંહ પરમારને બાતી મળેલ કે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશના જુગારધારાના કાલવાડ તાલુકાના સતીયા ગામની સીમના ખેતરમાંથી પકડાયેલ ક્રિકેટ સટ્ટાના જુગારના કેસમાં નાસતો ફરતો આરોપી ધર્મેશ દિનેશ આડેસરા (ઉ.વ.૩૪) રહે. ગાયત્રીનગર, ગોપાલનગર-૧, રાજકોટવાળો જામનગર ક્રિકેટ બંગલા પાસે આવેલ છે જેથી હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા નાસતો ફરતો આરોપી મળી આવતા પકડી પાડી આગળની કાર્યવાહી માટે કાલાવડ ગ્રામ્ય પોલીસને સોંપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application