પંજાબના સીએમ ભગવંત માનના હેલિપેડ પાસે મળ્યો બોમ્બ શેલ 

  • January 02, 2023 11:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પંજાબના સીએમ ભગવંત માનના હેલિપેડ પાસે બોમ્બનો શેલ મળી આવ્યો છે. આ બોમ્બ શેલ કેરીના બગીચામાં પડેલો મળી આવ્યો છે. તે ચંદીગઢમાં પંજાબ અને હરિયાણાના સીએમ હાઉસથી થોડા અંતરે મળી આવ્યો છે. પોલીસે તેને રેતીની થેલીઓથી ઢાંકી દીઘો છે. આ સાથે આ વિસ્તારને દોરડાથી કવર કરવામાં આવ્યો છે.

રાજીન્દ્રા પાર્ક પાસે બનેલા હેલિપેડનો ઉપયોગ પંજાબ અને હરિયાણાના સીએમ કરે છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી છે અને ચંદીગઢ પોલીસ તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application