જામનગરમાંથી રાજકોટનો બુકી સટ્ટો રમતા ઝડપાયો

  • November 02, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિ.પ્લોટ-૧૭માં પોલીસ પ્રગટી : જામનગરના ૩ શખ્સની સંડોવણી

જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૧૭, ના ખૂણા પાસેથી જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલા રાજકોટના એક બુકીને સિટી એ.ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે, જ્યારે તેની સાથે ક્રિકેટ નો સટ્ટો રમનારા અન્ય ત્રણ પંટરોને ફરારી જાહેર કરાયા છે.
રાજકોટમાં રૈયા રોડ પર હનુમાનમઢી પાસે રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ નારણભાઈ બારડ નામના વેપારી, કે જે ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવે છે, અને રાજકોટથી જામનગરમાં દિ. પ્લોટ શેરી નંબર ૧૭ માં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે સીટી એ. ડિવિઝન પીઆઇ ચાવડાની સુચનાથી પોલીસે દરોડો પાડયો હતો.
 જે દરોડા દરમિયાન જીતેન્દ્ર બારડની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેની પાસેથી રૂપિયા ૧૦,૧૦૦ની રોકડ રકમ, મોબાઈલ ફોન વગેરે સહિત ૧૫,૧૦૦ ની માલમતા કબજે કરી લેવામાં આવી છે. પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરના લાલાભાઇ, અશોકભાઈ, અને અમિત ઠક્કર સાથે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે  ઉપરોક્ત ત્રણેય પન્ટરને ફરારી જાહેર કરાયા છે, અને શોધખોળ હાથ ધરાઈ છે.
**
નુરી ચોકડી નજીક બે વર્લીબાઝ ગીરફતાર
જામનગરના નાગરચકલા મીલની બાજુમાં રહેતા હસમુખ મણીલાલ શનિશ્ર્વરા (ઉ.વ.૬૫) અને નુરીપાર્ક શેરી નં. ૨માં રહેતા રાજેશ વાલજી સોનગરા આ બંને શખ્સોને નુરી ચોકડીથી બેઠક રોડ પર જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા રોકડા ૨૩૮૦ અને આંકડા લખેલી સ્લીપ સાથે સીટી-એ પોલીસે પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application