જામનગર : ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર ધોકાથી હુમલો
અન્ય એકને પણ ઇજા : મહિલા સહિત બે સામે ફરીયાદ
જામનગરના ખોજાવાડ વિસ્તારમાં નજીવી બાબતે યુવાન પર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો બચાવવા આવેલને પણ ધોકો ઝીંકી દીધી હતો ઉપરાંત યુવાનને ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલા સહિત બે સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના ખોજાવાડ વિસ્તારમાં રહેતા મુસ્તાક સુલેમાનભાઇ મેણ (ઉ.વ.૩૫) નામનો યુવાન તા. ૨૨ના ઘરની બહાર ઉભો હતો ત્યારે આરોપી યાકુબ ત્યાથી નીકળેલ અને મારે તારી સાથે વાત નથી કરવી તેમ કહીને ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી ધોકા વડે હુમલો કરીને મુસ્તાકભાઇને હાથમાં બે-ત્રણ ઘા ઝીકી દીધા હતા.
માથાકુટનો અવાજ સાંભળી અન્ય આરોપી ધોકા સાથે ત્યાં ધસી આવી ફરીયાદીને કાંડાના ભાગે માર માર્યો હતો આ વેળાએ સાહેદ ફરીયાદીને બચાવવા માટે દોડી આવતા મહિલા આરોપીએ સાહેદને બે-ત્રણ ધોકાના ઘા હાથમાં ઝીંકી દીધા હતા અને ફરીયાદીને એક આરોપીએ જતા જતા ઘર મુકીને જતો રહે જે નહી તો પતાવી દઇશ તેવી ધમકી દીધી હતી.
મુસ્તાકભાઇ દ્વારા સીટી-એ ડીવીઝનમાં ગઇકાલે ખોજાવાડ કલબ પાસે રહેતા યાકુબ યુસુફ જુમાણી તથા હલીમાબેન યાકુબભાઇની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.